પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની સ્થિતિ કેટલી ખરાબ છે તે આખી દુનિયા જાણે જ છે. પાકિસ્તાનમાં મોંઘવારીના કારણે લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. હવે પાકિસ્તાન ગધેડા જોડે આશા રાખીને બેઠું છે. હવે ‘ગધેડા’ જ પાકિસ્તાનની અસ્થ વ્યવસ્થા સુધારી શકે છે.
ગ્રામીણ વિસ્તારના પાકિસ્તાનીઓ ગધેડાના ભરોસે
પાકિસ્તાનના ઈકોનોમિક સર્વેમાં ગધેડાઓને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને ગધેડા વચ્ચેનું કારણ આશ્ચર્યચકિત બનાવી દે છે. પાકિસ્તાનમાં ગયા વર્ષની સરખામણીમાં ગધેડાની સંખ્યામાં 1.72 ટકાનો વધારો નોંધાયો છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માટે ગધેડા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પાકિસ્તાનીઓ ગધેડાના ભરોસે જ રહે છે.
પાકિસ્તાનનો આર્થિક સર્વે રિપોર્ટ
પાકિસ્તાન દ્વારા આર્થિક સર્વે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં દર્શાવવામાં આવેલા ડેટા અનુસાર, 2022-23માં ભાર ઊંચકનારા પ્રાણીઓની સંખ્યા 58 લાખ હતી. આ સંખ્યા 2023-24માં વધીને 59 લાખ થઈ ગઈ છે. મહત્વનું કહી શકાય કે, છેલ્લા પાંચ વર્ષમાં ઘોડા અને ખચ્ચરની સંખ્યામાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. પરંતુ ગયા વર્ષની સરખામણીમાં ગધેડાની સંખ્યામાં 1.72 ટકાનો વધારો થયો છે.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માટે ગધેડા મહત્વપૂર્ણ
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માટે ગધેડા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે ગધેડાઓ છેલ્લી આશા સમાન હોય છે. વર્ષ 2023-24 દરમિયાન દેશમાં ગધેડાની સંખ્યા 1.72 ટકા વધીને 59 લાખ થઈ ગઈ છે. ગ્રામીણ વિસ્તારોની અર્થવ્યવસ્થા આ પ્રાણીઓ સાથે ઊંડી રીતે જોડાયેલી છે. ત્યારે પાકિસ્તાનમાં ઉંટોની સંખ્યા જે છેલ્લા ચાર વર્ષથી સ્થિર હતી તે હવે વધી છે. ગયા નાણાકીય વર્ષમાં તેમની સંખ્યા 11 લાખથી વધીને હવે 12 લાખ થઈ ગઈ છે.
પાકિસ્તાનનો વિકાસ દર 2.38%
પશુપાલન એ પાકિસ્તાનની ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. 80 લાખથી વધુ ગ્રામીણ પરિવારો પશુધન ઉત્પાદન સાથે સંકળાયેલા છે. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનનો વિકાસ દર 2.38 ટકા રહ્યો છે. ઈકોનોમિક સર્વે અનુસાર, પાકિસ્તાન દ્વારા વિકાસ દરના લક્ષ્યાંકને ગુમાવવાનું મુખ્ય કારણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું ખરાબ પ્રદર્શન છે.


