By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબી નગરપાલિકામાં ખાલી રહેલ ૩૦૦ જગ્યામાં ભરતી માટે રીજીયોનલમાં માંગણી મુકવામાં આવી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

મોરબી નગરપાલિકામાં ખાલી રહેલ ૩૦૦ જગ્યામાં ભરતી માટે રીજીયોનલમાં માંગણી મુકવામાં આવી

agragujaratnews
Last updated: 2024/06/13 at 11:19 AM
2 years ago
Share
મોરબી નગરપાલિકામાં ખાલી રહેલ ૩૦૦ જગ્યામાં ભરતી માટે રીજીયોનલમાં માંગણી મુકવામાં આવી
SHARE

છેલ્લે વર્ષ ૧૯૯૧માં ૬૬ કર્મચારીની ભરતી કરવામાં આવી હતી.

હાલ પાલિકામાં ‘આયારામ ગયારામ’ની  સ્થિતિ વચ્ચે મોરબી શહેર નર્કાગારમાં ગરકાવ

મોરબી નગરપાલિકામાં કુલ ૬૭૮ કર્મચારીઓમાં માત્ર ૧૦૭ કર્મીઓ કાયમી છે, બાકીના ૫૭૧ હંગામી ધોરણે કે કરતા કર્મચારીઓ છે. જયારે ૩૦૦ જેટલી હાલ સ્ટાફની જગ્યા ખાલી છે. જેમાં સમગ્ર નગરપાલિકાના વહીવટી અધિકારી તરીકે ચીફ ઓફિસરને ગણવામાં આવે છે જે જગ્યા પણ ખાલી છે. હાલ ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ચીફ ઓફિસરની કાયમી ભરતીમાં આયારામ ગયારામની સ્થિતીનું નિર્માણ થતું હોવાનું વર્ષ ૨૦૨૨થી ચાલુ છે. હાલમાં હળવદ પ્રાંત અધિકારીને મોરબી નગરપાલિકા ઇન્ચાર્જ ચીફઓફિસર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવેલ છે. જેના પરિણામ સ્વરૂપે હાલ મોરબી શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર બ્લોક, ગટરના દુર્ગંધયુક્ત પાણી જાહેર રોડ રસ્તા તેનાજ શેરી વિસ્તારમાં ફરી વળ્યાં છે, તેમાં ચારે બાજુ કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે.

મોરબી નગરપાલિકાને હાલ મહાનગર પાલિકાનો દરજ્જો મળી ચુક્યો છે. ત્યારે હજુ ૩ થી ૪ મહિના બાદ નવા મહેકમ સાથે કર્મચારીઓની ભરતી થશે, પરંતુ તે પહેલા મોરબી શહેરનો દિવસેને દિવસે વ્યાપ વધતો જઈ રહ્યો છે મોરબીમાં રોજગારીને લક્ષ્યમાં લેતા જોઈએ તો સીરામીક ફેક્ટરીઓને કારણે મોરબીમાં રોજગારલક્ષી વ્યાપ વધતા વાહન વ્યહાર તથા વસ્તીનો વધારો થવાને કારણે શહેરોમાં વસ્તીની ગીચતા વધવા પામી છે જેની સામે નગરપાલિકામાં કાયમી કર્મચારીઓની ઉણપને કારણે સુદ્રઢ સંચાલનનો અભાવ સમગ્ર શહેરમાં વર્તાઈ રહ્યો છે. હાલ મોરબી નગરપાલિકામાં કુલ ૪૦૭ મહેકમ કર્મચારીની સામે ૧૦૭ કાયમી કર્મચારીઓ છે. બાકીના ૫૭૧ હંગામી કર્મચારીઓ છે જેમાં કોન્ટ્રાક્ટ બેઝમાં કુલ ૧૭૯, સફાઈ વિભાગમાં ૩૩૯ તથા ગેરેઝ વિભાગમાં ૫૩ કર્મીઓ છે. જેની સામે ૩૦૦ જગ્યા ઉપર કાયમી સ્ટાફની જગ્યા ખાલી છે જેમાં ભરતી ચાલુ કરવાની સરકારમાંથી મંજૂરી આવી ન હોવાનું જણાય આવ્યું છે. ત્યારે રીજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી સૌરાષ્ટઝોન રાજકોટમાં ખાલી જગ્યા ઉપર ભરતી કરવા માટે માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હોવાનું મોરબીના ‘અબતક પ્રતિનિધિને મોરબી પાલિકાના જવાબદાર અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. વધુમાં છેલ્લે વર્ષ ૧૯૯૧ માં મોરબી નગરપાલિકામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ૬૬ જેટલા કર્મચારીઓની ભરતી કરાઈ હતી.

મોરબી નગરપાલિકામાં આગળ અલગ વિભાગમાં કેટલા કાયમી કર્મચારીઓ અને તે વિભાગમાં કેટલી જગ્યા ખાલી છે તેની ચોક્કસ આંકડાકીય માહિતી પ્રમાણે પાલિકામાં વર્ગ-૧ માં જોઈએ તો પાલિકાનો સંપૂર્ણ વહીવટી જવાબદાર અધિકારી એટલે કે ચીફ ઓફિસર હોય છે ત્યારે મોરબી પાલિકામાં તે જગ્યા ખાલી છે હાલ ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે હળવદ પ્રાંત અધિકારી ધોલેરીયાસાહેબને ચાર્જ સોંપવામાં આવેલ છે, જયારે વર્ગ-૨ માં ૩ જગ્યા મંજુર કરાઈ છે જેમાં ત્રણેય જગ્યા ખાલી છે. તેવી જ રીતે વર્ગ-૩ માં મંજુર થયેલ ૮૮ જગ્યા સામે માત્ર ૨૦ કર્મીઓની ભરતી કરાઈ છે અને ૬૮ જગ્યા ખાલી છે. જયારે વર્ગ-૪માં સફાઈ કામદારો સિવાય ૧૨૩ જગ્યાને મંજૂરી આપી છે જેમાં પણ માત્ર ૩૮ ભરાયેલ છે બાકીની ૮૫ જગ્યામાં સ્ટાફની ભરતી કરવાની બાકી છે. સફાઈ કામદારોની ૧૯૨ જગ્યા પાસ થઇ છે જેમાં ૪૯કામદારોની ભરતી કરવામાં આવી છે સામે ૧૪૩ જેટલી જગ્યા ખાલી છે. ફાયર વિભાગની વાત કરીયે તો તેમાં કુલ ૨૧ જગ્યાની મંજૂરી સામે ૧૬ જગ્યામાં સ્ટાફની ભરતી કરવામાં આવી છે જયારે પાંચ જગ્યા ખાલી છે. ત્યારે ખાલી રહેલ મહેકમની જગ્યા માટે રીજીયોનલ કમિશનરમાં ભરતી કરવા માટે માંગણી કરી રજૂઆત કરી છે તે માટે ક્યારે મંજૂરી મળે તે આવનારા સમયમાં જોવાનું રહ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં  ઝૂલતા પુલની દુર્ઘટના વર્ષ ૨૦૨૨ની ૩૦ ઓક્ટોબરના રોજ બનવા પામી હતી, જે બનાવ બાબતે સમગ્ર વિશ્વમાં ચકચાર મચી ગયો હતો ત્યારે ઉચ્ચ ન્યાયાલયના આકરા વલણ તથા કડક કાર્યવાહીના આદેશ બાદ ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જે તા. ૧૧ એપ્રિલ ૨૦૨૩માં મોરબી નગરપાલિકાના ૧૩ વોર્ડમાં કુલ ૫૨ સભ્યોને ગેરલાયક ઠેરવી પાલિકાને સુપરસીડ કરાઈ હતી. ત્યારથી મોરબી નગરપાલિકામાં વહીવટદાર શાશન લાગુ પડી જતા મોરબી શહેરની અધોગતિ શરુ થઇ છે, મોરબી શહેરને પડ્યા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ મોરબી નગરપાલિકામાં કામના ભારણને પહોંચી વળવા તથા શહેરમાં સુદ્રઢ સંચાલન માટે ખાલી જગ્યાઓ ઉપર જવાબદાર અધિકારી તથા પૂરતો સ્ટાફ તાકીદે ભરવા મોરબીવાસીઓની લાગણી અને માંગણી છે.

You Might Also Like

 વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 3૧.૭૫૨ બોટલ દારૂ-બિયરનો જથ્થો પકડાયો

મોરબીના રંગપર ગામે કારખાનામાં કામ કરતી વખતે પતરું તુટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ

 મોરબી ભરવાડ સમાજનો ક્રાંતિકારી નિર્ણય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જ સગપણ કરાશે

મોરબીના આમરણ બેલામાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હૂમલો

મોરબીમાં મકાનમાં પ્રાથમિક સુવિધા ન આપતા ત્રણ બિલ્ડર સામે ફરિયાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
ગુજરાત

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

Editor By Editor 3 days ago
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?