- સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિત થતા આગાહી
- ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
- અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પડી શકે વરસાદ
રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે હવામાન વિભાગે આગામી 3 કલાકમાં રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિત થતા રાજ્યમાં વરસાદ થઈ શકે છે. વધુમાં હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વરસાદ અંગે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. તો સાથે સાથે અમરેલી, બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુમાં, ભાવનગર, બનાસકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે સાથે, નવસારી, વલસાડ, તાપીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.


