- અમેરિકામાં જવેલર્સના શો-રૂમમાં માત્ર ગણતરીની મિનિટોમાં સોના-ચાંદીના દાગીના ચોરાયા
- જવેલર્સના શો-રૂમમાં રહેલા સીસીટીવીમાં સમગ્ર ચોરીની ઘટના કેદ થઈ
- 12થી 14 તસ્કરો શો-રૂમમાં ઘુસી જઈ તોડફોડ કરી દાગીના લઈ પલાયન થયા
અમેરિકાના સની વેલીમાં આવેલા પૂણેના એક ખાનગી જ્વેલર્સમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. એક ખાનગી જ્વેલર્સના શો-રૂમમાં લગભગ 12થી 14 જેટલા માસ્ક પહેરેલા તસ્કરો ઘુસી ગયા હતા અને તોડફોડ કરી હતી તેમજ સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. પોલીસે જણાવ્યું કે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસનું કહેવું છે કે તેઓએ પાંચની ધરપકડ કરી છે અને વધુ શકમંદોને શોધી રહ્યા છે. પોલીસે કહ્યું કે અમે આરોપીઓનો પીછો કર્યો અને પેટ્રોલિંગ પર તૈનાત પોલીસને જાણ કરી. આ સમયે પેટ્રોલિંગ ટીમે સાન ફ્રાન્સિસ્કો તરફ જઈ રહેલા બે વાહનોનો પીછો કર્યો હતો, પરંતુ તેઓને પકડી શક્યા ન હતા. પરંતુ પોલીસની ટીમે રેડવૂડ સિટી નજીક એક વાહન ટ્રેસ કરીને ભાગી રહેલા પાંચ તસ્કરોને પકડી પાડ્યા હતા.
સિલિકોન વેલીના અધિકારીઓએ શુક્રવારે ભારતીય-અમેરિકન સમુદાયના નેતાઓ અને સભ્યો સાથે એક બેઠક યોજી હતી જેમાં ભારતીય ઝવેરાતના વ્યવસાયોને નિશાન બનાવી લૂંટની શ્રેણીબદ્ધ ઘટનાઓ સામે આવી હતી અને ગુનેગારો સામે નિર્ણાયક પગલાં લેવાનું વચન આપ્યું હતું.
કેલિફોર્નિયાના સન્નીવેલમાં ત્રણ હાઇ-પ્રોફાઇલ લૂંટની જાણ કરવામાં આવી છે. દરમિયાન, પોલીસ વડા ફાન એનગોએ ભવિષ્યની ઘટનાઓને રોકવા માટે વ્યવસાય માલિકોને આવશ્યક સલામતી ટીપ્સ પ્રદાન કરી. તેમજ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સમાજને ખાતરી આપી હતી. તેમણે આ વિસ્તારમાં સુરક્ષા વધારવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ જાહેરાત કરી હતી.


