- બોઇંગ 757 એરક્રાફ્ટમાં મુસાફરી કરી રહ્યા હતા
- આ વિમાન 30 વર્ષથી વધારે જૂનું હોવાનું આવ્યું સામે
- ન્યુઝીલેન્ડે સંરક્ષણ બજેટ પર ખર્ચ વધારવો પડશે
ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનનું વિમાન રવિવારે જાપાન જતી સમયે ખરાબ થઈ ગયું હતું. આ પછી તે પાપુઆ ન્યુ ગિનીથી કોમર્શિયલ ફ્લાઈટ લઈને જાપાન ગયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ક્રિસ્ટોફર લક્સન ચાર દિવસીય પ્રવાસ પર જાપાન ગયા છે. આ પ્રવાસ દરમિયાન ક્રિસ્ટોફર જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાને મળશે.
બોઇંગ 757 એરક્રાફ્ટમાં મુસાફરી કરી રહ્યા હતા
આ દરમિયાન તેઓ જાપાનના પીએમ સાથે ન્યૂઝીલેન્ડના બિઝનેસને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરશે. પ્લેનમાં ખરાબી અંગે ન્યુઝીલેન્ડના મીડિયાએ જણાવ્યું કે પાપુઆ ન્યુ ગીનીમાં ઈંધણ ભરતી વખતે બોઈંગ 757 ખરાબ થયું હતું. આ પછી પીએમ લક્સન કોમર્શિયલ ફ્લાઈટમાં જાપાન ગયા. ક્રિસ્ટોફર જે બોઇંગ 757 પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતો તે લગભગ 30 વર્ષ જૂનું છે.
ન્યુઝીલેન્ડ પાસે 30 વર્ષ જૂનું બોઈંગ 757 છે
ન્યુઝીલેન્ડ ડિફેન્સ ફોર્સ પાસે બે બોઈંગ 757 એરક્રાફ્ટ છે. બંને 30 વર્ષથી વધારે જૂના છે. ન્યૂઝીલેન્ડના સંરક્ષણ પ્રધાન જુડિથ કોલિન્સે જણાવ્યું હતું કે ફ્લાઇટમાં ખામી એ શરમજનક છે. મંત્રાલય હવે લેક્સન અને તેના પ્રતિનિધિમંડળને કોમર્શિયલ ફ્લાઇટ દ્વારા જાપાન મોકલશે. ન્યૂઝીલેન્ડ ડિફેન્સ ફોર્સ જૂના સાધનો સાથે અનેક મુશ્કેલીઓ વેઠી રહી છે.
ન્યુઝીલેન્ડે સંરક્ષણ બજેટ પર ખર્ચ વધારવો પડશે
વાસ્તવમાં ન્યુઝીલેન્ડ સરકાર સંરક્ષણ બજેટ પર ઓછો ખર્ચ કરી રહી છે કારણ કે તેની આર્થિક સ્થિતિ હાલમાં એટલી સારી નથી. જો કે, આ ઘટના પછી સરકારે કહ્યું કે તે હવે સંરક્ષણ પર વધુ ખર્ચ કરવા માંગે છે.


