- મલાઈકા અરોરા ફિટનેસ ફ્રીક છે
- મલાઈકા ફિટ રહેવા માટે યોગની મદદ પણ લે છે
- એક્ટ્રેસે કમરના દુખાવામાં રાહત મેળવવા માટે યોગ કરવાનું કીધું
બોલિવુડની ગ્લેમરસ એક્ટ્રેસ મલાઈકા અરોરા ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે. 49 વર્ષની ઉંમરે પણ તે જોરદાર રીતે ફિટ અને સુંદર છે. તેની પાછળનું સીક્રેટ બેલેન્સ ડાયટ અને વર્કઆઉટની સાથે યોગ કરવાનું છે. મલાઈકા અરોરા તેની ફિટનેસને લઈને ખૂબ જ સજાગ રહે છે અને સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે યોગા ટીપ્સ શેર કરતી રહે છે. હવે તેણે કમરના દુખાવામાં રાહત મેળવવા માટે યોગનું સૂચન કર્યું છે.
આજકાલ દરેક લોકો એક જ ખુરશી પર બેસીને અને કમ્પ્યુટર પર એક જ સ્થિતિમાં બેસીને કામ કરવા માટે દિવસમાં ઓછામાં ઓછા 8 કલાક પસાર કરવા પડે છે. આવી સ્થિતિમાં કમર અને ખભાના દુખાવાની સમસ્યા ખૂબ જ પરેશાન કરે છે, જેનાથી રાહત મેળવવા માટે લોકો તેલ માલિશ, બામ અને પેઈનકિલર્સનો ઉપયોગ કરે છે, જ્યારે યોગને રોજિંદી દિનચર્યામાં કરવામાં આવે તો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. . હાલમાં, કમર અને પીઠના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે મલાઈકા દ્વારા જણાવવામાં આવેલ યોગ કરી શકો છો.
માર્જરી આસન (કેટ-કાઉ પોઝ)
મલાઈકા અરોરાએ તેની લેટેસ્ટ પોસ્ટમાં કેટ-કાઉ યોગ પોઝ એટલે કે માર્જરી આસન કરવાનું કહ્યું છે. આ યોગ આસન કરવાથી કરોડરજ્જુ ખેંચાય છે અને પેટના સ્નાયુઓને પણ ફાયદો થાય છે. માર્જરી આસન કરવાથી, પીઠના સ્નાયુઓ ખેંચાય છે, જે બ્લડ સર્કુલેશનને સુધારે છે અને બેક પેઈન અને લોઅર બેક પેઈનના દુખાવામાં રાહત આપે છે.
આ થશે ફાયદો
કેટ-કાઉની પોઝની નિયમિત પ્રેક્ટિસ માત્ર કમર અને પીઠના દુખાવાથી રાહત આપતી નથી, આ સિવાય તે ગરદન, હિપ્સ અને પેટના સ્નાયુઓને પણ ખેંચે છે. આ યોગાસનથી બોડી પોસ્ચરમાં સુધારો થાય છે અને તણાવમાંથી પણ રાહત આપે છે, જેનાથી તમારા માનસિક સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે.
આ રાખો સાવચેતી
જો તમે આ યોગ આસનોને તમારા દિનચર્યામાં નિયમિતપણે સામેલ કરવા માંગો છો, તો પહેલા કેટલીક સાવચેતીઓ જાણી લો. ઘૂંટણના દુખાવા, ગરદનની ઈજા અથવા માથાની ઈજાથી પીડાતા લોકોએ આ યોગ આસન કરવાનું ટાળવું જોઈએ. આ સિવાય મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન આ આસન કરવાનું ટાળવું જોઈએ.


