- ભારતમાં ગરમી વટાવી નાંખે છે 45 ડિગ્રી
- તો વિદેશમાં તો 26 ડિગ્રીમાં જ લોકો પરેશાન
- બ્રિટનમાં 26 ડિગ્રી તાપમાન થા લોકો મુશ્કેલીમાં
ભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. વિવિધ રાજ્યોમાં ગરમીનો પારો 45ને પાર પહોંચે છે. તેમજ હીટવેવના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જતાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. બીજી તરફ બ્રિટનમાં પણ હીટવેવ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ તાપમાન સાંભળીને તમે ચોંકી જશો.
સોશિયલ મીડિયામાં થઇ રહી છે ચર્ચા
બ્રિટનમાં તો 26 ડિગ્રી તાપમાન સાથે હીટવેવ જાહેર કરવામાં આવ્યું. દેશ 26 ડિગ્રી તાપમાન સાથે 48 કલાક સુધી હીટવેવની ઝપેટમાં રહ્યો હતો. જે બાદ 26 ડિગ્રી તાપમાનને હીટવેવ કહેવામાં આવતા ભારતીયો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને આ તાપમાને સોશિયલ મીડિયા પર નવી ચર્ચાને જન્મ આપ્યો હતો. જે પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા લોકોએ પૂછ્યું કે જ્યાં 26 ડિગ્રીને ઉનાળો માનવામાં આવે છે, જ્યાં તાપમાનનો પારો આટલો ઊંચો રહે છે ત્યાં અંગ્રેજોએ ભારતમાં 200 વર્ષ સુધી કેવી રીતે શાસન કર્યું.
બ્રિટનમાં તાપમાન વધશે
તાપમાન 26 ડિગ્રી પર પહોંચતાની સાથે જ બ્રિટિશ મેટ ડેસ્કે તેને “હીટવેવ” જાહેર કર્યું. તેમજ હવામાન વિભાગે આશા વ્યક્ત કરી છે કે જૂનના અંતમાં તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે. બર્મિંગહામ, કાર્ડિફ, લંડન, માન્ચેસ્ટર અને ન્યૂકેસલમાં સૌથી વધુ તાપમાન થઈ શકે છે. બ્રિટનમાં 26 જૂનથી 28 જૂન સુધી “હીટવેવ” જોવા મળે તેવી અપેક્ષા છે.
આવી ગરમીમાં અંગ્રેજો ભારતમાં કેવી રીતે રહ્યા ?
26 ડિગ્રીના કારણે બ્રિટનના લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ભારતીયો સોશિયલ મીડિયા પર સતત સવાલો પૂછી રહ્યા છે કે જ્યારે અંગ્રેજો ભારત પર રાજ કરતા હતા ત્યારે તેઓ ભારતની ગરમી કેવી રીતે સહન કરતા હતા ? મળતી માહિતી મુજબ ભારતની આકરી ગરમીથી બચવા અંગ્રેજો ભારતના પહાડી વિસ્તારોમાં જતા રહેતા હતા. એક સમય હતો જ્યારે બરફ ભારતમાં મોકલવામાં આવતો હતો.એક સમય હતો જ્યારે બરફ ભારતમાં મોકલવામાં આવતો હતો. તેઓ મોટા પ્રમાણમાં ભારતમાં બરફ લાવતા હતા.
બરફનો કરતા હતા ઉપયોગ
થીજી ગયેલા પાણીને બરફમાં ફેરવવું એ પણ વિશ્વભરમાં એક મોટો વ્યવસાય હતો. અંગ્રેજો ભારતમાં બરફ લાવતા હતા. ઈંગ્લેન્ડ જહાજમાં 180 ટન બરફ લાવવામાં આવતો હતો. અંગ્રેજોએ ભારતના પહાડી વિસ્તારોમાં વસવાટ શરૂ કર્યો. જેમાંથી એક નૈનીતાલ હતું, જે અંગ્રેજ અધિકારીઓને ગમ્યું અને તેઓ ત્યાં રહેવા લાગ્યા. આ ઉપરાંત, શિમલા પણ અંગ્રેજોના પ્રિય વિસ્તારોમાંથી એક બની ગયું.


