- સુનિતા વિલિયમ્સ 26 જૂન પહેલા ધરતી પર નહીં આવી શકે
- અગાઉ સુપરબગ અને હવે બીજું કંઈક કારણ હોવાથી નાસા પર સવાલ ઉઠયા
- અવકાશ મિશન ઓછામાં ઓછા 20 દિવસ લંબાવવામાં આવ્યાનો નાસાનો દાવો
ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદારો 6 જૂને અવકાશયાનમાં બેસીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યાં હતાં. ત્યાં પહોંચ્યા બાદ સુનિતા અને તેના 8 ક્રૂ મેમ્બર્સને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે નાસાએ અનુમાન લગાવ્યું હતું કે, તેઓ અહીં એક અઠવાડિયું રોકાશે અને પછી પરત ફરશે, પરંતુ હિલિયમ લીક થવા અને સુપરબગ્સના ખતરાને કારણે અનેક સવાલો ઊભા થયા છે.
26 જૂન પહેલા પરત નહીં આવે
હવે નાસાએ મંગળવારે કહ્યું કે સુનિતા વિલિયમ્સ અને તેના સાથીદારો 26 જૂન પહેલા પરત ફરી શકશે નહીં. નાસાએ મંગળવારે જાહેરાત કરી હતી કે મિશન ઓછામાં ઓછા 20 દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. અવકાશયાન સ્પેસ સ્ટેશન સાથે સુરક્ષિત રીતે જોડાયેલું છે અને તેની સમસ્યાને શોધી કાઢવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્ટારલાઇનર અવકાશયાત્રીઓને પરત લાવી શકશે નહીં એવું માનવાનું કોઈ કારણ નથી. અમે કેટલાક વધુ ડેટા દ્વારા કામ કરવા માંગીએ છીએ. નાસાનું કહેવું છે કે જો જરૂર પડે તો સ્ટારલાઈનર ISSમાં 45 દિવસ વિતાવી શકે છે.
સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળની છે
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળની છે. 6 જૂને તેણે ત્રીજી વખત અવકાશમાં ઉડાન ભરી હતી. વર્ષ-2012માં, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સફર દરમિયાન, વિલિયમ્સ અવકાશમાં ટ્રાયથ્લોન પૂર્ણ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા. સુનિતાને 1998માં નાસા દ્વારા અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી અને તે 2 અવકાશ મિશનનો ભાગ બની હતી. 6 જૂને તે બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચી હતી. 7 અન્ય ક્રૂ મેમ્બર લાંબા સમયથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહે છે. સામાન્ય રીતે સ્પેસ સ્ટેશનમાં ચિંતાનો વિષય અવકાશમાં ઉડતો કાટમાળ અને ઉલ્કાઓ હોય છે, પરંતુ આ વખતે સુપરબગને કારણે ચિંતા ઘણી વધી ગઈ છે. હવે નાસા દ્વારા પરત ફરવાની તારીખ પણ લંબાવવામાં આવી છે.


