- 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશ-વિદેશમાં ઠેર-ઠેર ઉજવણી
- પાકિસ્તાન અને ભારતમાં ચર્ચામાં રહેલી સીમા હૈદરે પણ યોગ કર્યા
- ઘરના ટેરેસ પર બાળકો, પતિ સચિન સાથે સીમાએ યોગ કર્યા
પાડોશી દેશ પાકિસ્તાનથી ભારત આવીને સચિન નામના યુવક સાથે લગ્ન કરી નોયડામાં રહેતી સીમા હૈદર ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. આ દરમિયાન સીમાએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. સીમાએ એક વીડિયો શેર કરી પાકિસ્તાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. આમ સીમા હૈદરે યોગ કરીને સમાજ અને વિશ્વમાં યોગનો એક સંદેશ પણ આપ્યો હતો.
સીમા હૈદર યોગ દિવસ પર યોગ કરતી જોવા મળી
આજે 21મી જૂન છે. આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત અને પાકિસ્તાનમાં ચર્ચામાં રહેલી સીમા હૈદર અને સચિને પણ યોગ દિવસની ઉજવણી કરી છે. સીમા હૈદર અને સચિને તેમના બાળકો સાથે તેમના ઘરની ટેરેસ પર યોગ કર્યા છે. સીમા હૈદરે પોતે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે.
વીડિયો જાહેર કરતી વખતે સીમા હૈદરે કહ્યું છે કે તે યોગ દિવસ પર યોગ કરતી વખતે ખૂબ જ ખુશ છે. સીમા હૈદર એ પણ કહે છે કે જ્યારે તે પાકિસ્તાનમાં હતી ત્યારે પણ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગના ખૂબ વખાણ કરતી હતી. સીમા હૈદરે કહ્યું કે યોગથી તેને ઘણી શાંતિ મળે છે. જ્યારે લોકો તેના વિશે વાત કરે છે, તેની સાથે દુર્વ્યવહાર કરે છે અને તેની ટીકા કરે છે ત્યારે પણ તે ખૂબ જ શાંત રહે છે. આ બધું યોગ દ્વારા જ શક્ય છે.
બાળકો સાથે પાકિસ્તાનથી ભારત સીમા આવી હતી
ઉલ્લેખનીય છે કે, સીમા હૈદર કેસની સમગ્ર દેશમાં ખૂબ ચર્ચા છે. નોયડામાં રહેતા સચિન અને પાકિસ્તાની સીમા હૈદરની મુલાકાત પબજી ગેમ રમતી વખતે થઈ હતી. બંને પબજી રમતી વખતે પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ સીમા તેના પતિને છોડીને તેનાં ત્રણ બાળકો સાથે ગેરકાયદેસર રીતે ભારત પહોંચી અને નોયડામાં સચિન આવીને રહેવા લાગી હતી.
તમને જણાવી દઈએ કે ભારત આવ્યા બાદ સીમાએ સચિન સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન પણ કર્યા હતા. સીમાએ હિંદુ ધર્મ અપનાવ્યો હતો. ત્યારથી તે સચિનના પરિવાર સાથે રહે છે. હાલ આ મામલાની તપાસ હજુ ચાલુ છે. સીમા હૈદરનો પાકિસ્તાની પતિ પણ પોતાના બાળકોને પાકિસ્તાન પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તાજેતરમાં તો સીમાના પાકિસ્તાની પતિએ સીમાની ચિંતામાં આપઘાત કરવાની પણ ધમકી આપી હતી.


