- ગુજરાત યુનિવર્સિટી ખાતે મામલે મનોરંજન બેંકની નોટો ઉડાવી વિરોધ કર્યો
- પરીક્ષામાં ભ્રષ્ટાચાર, ભાજપે બનાવ્યો શિષ્ટાચાર’ના પોસ્ટર સાથે પ્રદર્શન
- ધરણાં વખતે પોલીસને બળપ્રયોગ કરવાની જરુર પડી હતી
નીટ રદ્ કરો, 23 લાખ વિદ્યાર્થીઓને ન્યાય આપો’ની માગ સાથે ગુજરાત કોંગ્રેસે યુનિવર્સિટી ખાતે શુક્રવારે ધરણાં પ્રદર્શન યોજ્યા હતા. ‘પૈસા દો, પેપર લો, પૈસા દો, પ્રવેશ મેળવો’ના સૂત્રો સાથે ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા અને વિદ્યાર્થી-વાલીઓની વેદનાને વાચા આપવા પ્રતીકાત્મકરૂપે મનોરંજન બેંકની નોટો ઉડાડીને વિરોધ કરાયો હતો.
ધરણાં વખતે પોલીસને બળપ્રયોગ કરવાની જરુર પડી હતી ધરણા દરમ્યાન સંખ્યાબંધ કાર્યકરો-આગેવાનોની અટકાયત કરાઈ હતી તાજેતરમાં નીટ પરીક્ષાના મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે જેના ભાગ રુપે કોંગ્રેસે શુક્રવારે ગુજરાત યુનિ. બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પેપર લીક રોકવા સખ્ત કાયદો બનાવો જેવા બેનર-પોસ્ટર સાથે એનએસયુઆઈ, યૂથ કોંગ્રેસે ચક્કાજામ કર્યો હતો.
સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શું પગલાં ભરવા માગે છે તે બાબત જાહેર કરે તેવી માગણી સાથે વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, નીટની પરીક્ષામાં ભાજપ શાસિત રાજ્યોમાં મોટાપાયે ગેરરીતિ થઈ છે. નીટની પરીક્ષાનું રજિસ્ટ્રેશન થયું એ દિવસથી જ સમગ્ર પ્રક્રિયા શંકાસ્પદ રહી છે. જો પેપર લીક થયું હોય તો તાત્કાલિક પરિણામને રદ્ કરી ફરીથી પરીક્ષા લેવામાં આવે, જેથી નિર્દોષ અને હોનહાર વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે. ગુજરાતમાં અનેક વાર સરકારી ભરતી પ્રક્રિયામાં પેપર લીક અને પેપરની ગેરરીતિના કિસ્સા સામે આવ્યા છે. નીટની પરીક્ષામાં પણ કૌભાંડના તાર ગુજરાતમાં મળે છે.


