- ઉત્તર કાકેશસ પ્રદેશના દાગિસ્તાનમાં રવિવારે આતંકવાદીઓએ એક સિનાગોગ, બે ચર્ચ અને એક પોલીસ ચોકીને નિશાન બનાવી
- આ હુમલામાં છ પોલીસ અધિકારીઓ અને એક પાદરી સહિત નવ લોકો માર્યા ગયા
- આ હુમલામાં લગભગ 25 લોકો ઘાયલ થયા હતા
રશિયાના ઉત્તર કાકેશસ પ્રદેશના દાગિસ્તાનમાં રવિવારે આતંકવાદીઓએ એક સિનાગોગ, બે ચર્ચ અને એક પોલીસ ચોકીને નિશાન બનાવી હતી. આ હુમલામાં છ પોલીસ અધિકારીઓ અને એક પાદરી સહિત ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા હતા અને લગભગ 25 ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી છે.
રશિયન સત્તાવાળાઓએ આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. સિનેગોગ અને ચર્ચ ડર્બેન્ટમાં સ્થિત છે, જે મુસ્લિમ ઉત્તર કાકેશસ પ્રદેશમાં પ્રાચીન યહૂદી સમુદાયનું કેન્દ્ર છે. પોલીસ ચોકી પર હુમલો લગભગ 125 કિલોમીટર દૂર દાગિસ્તાનની રાજધાની મખાચકલામાં થયો હતો.
પાદરીનું ગળું કાપ્યું
https://x.com/ani_digital/status/1804999151400202330
રશિયન ગૃહ મંત્રાલયે કહ્યું કે, ‘કેટલાક અજાણ્યા લોકોએ એક સિનાગોગ અને ચર્ચ પર ઓટોમેટિક હથિયારોથી ગોળીબાર કર્યો.’ ચર્ચમાં માર્યા ગયેલા લોકોમાં પાદરી પણ સામેલ હતા. સીએનએનએ દાગેસ્તાન પબ્લિક મોનિટરિંગ કમિશનના અધ્યક્ષ શામિલ ખાદુલેવને ટાંકીને કહ્યું, ‘મળેલી માહિતી અનુસાર, પાદરી નિકોલેની ડર્બેન્ટના ચર્ચમાં હત્યા કરવામાં આવી હતી. આતંકીઓએ ક્રુરતાની તમામ હદ વટાવી દીધી હતી અને તેમનું ગળું કાપી નાખ્યું. તેઓ 66 વર્ષના હતા અને ખૂબ જ બીમાર હતા.
એક ડઝન લોકો ઘાયલ
ન્યૂઝ એજન્સી રોઈટર્સે રિપોર્ટ આપ્યો છે કે દક્ષિણ કાકેશસમાં યહૂદી સમુદાયના એક પ્રાચીન સિનાગોગમાં હુમલા બાદ આગ લાગી હતી. ઘાયલ થયેલા લોકોમાં મોટાભાગના પોલીસ અધિકારીઓ છે. મીડિયા એજન્સીના જણાવ્યા અનુસાર, હુમલા બાદ શકમંદો વાહનમાં ફરાર થઈ ગયા હતા અને પોલીસ હાલમાં તેમને શોધી રહી છે. કેટલાક સમાચાર અનુસાર હુમલાખોરો પર ગોળીઓ પણ છોડવામાં આવી હતી અને બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
અજાણ્યા લોકોએ સામાજિક પરિસ્થિતિને ખરાબ કરવાનો પ્રયાસ કર્યો
દાગિસ્તાન પ્રજાસત્તાકના વડા, સર્ગેઈ મેલિકોવ, એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ‘કેટલાક અજાણ્યા લોકોએ સામાજિક પરિસ્થિતિને ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો.’ દાગિસ્તાન પોલીસ અધિકારીઓએ તેમનો રસ્તો રોક્યો. પ્રારંભિક માહિતી અનુસાર, તેમાંથી કેટલાક પીડિતો છે.


