- અમેરિકાના કેલિફોર્નિયામાં 34 વર્ષીય પુરુષ 10 દિવસ જંગલમાં ભટકતો રહ્યો
- પોલીસ અને વન વિભાગના 300 જવાનો પુરુષને શોધવા અભિયાન ચલાવ્યું
- જંગલમાં જાંબુ અને જૂતામાં પાણી ભરેલુ હોવાથી તે પીને જીવતો રહ્યો
અમેરિકાના કેલિફોર્નિયામાં એક 34 વર્ષીય મેકકિલશ 10 દિવસ સુધી જંગલમાં ખોવાયેલી સ્થિતિમાં રહ્યો હતો. 11 જૂને પર્વતીય જંગલમાં ફરવા નીકળ્યો અને ત્યાં મેકકિલશ રસ્તો ભૂલી ગયો હતો. પર્વત જોવાની ધૂનમાં તે ત્રણ કલાક સુધી પગપાળા ચાલતો ગયો અને જ્યારે પરત આવવા લાગ્યો તો જંગલનો રસ્તો ભૂલી ગયો હતો. તેની પાસે થોડા જાંબુ અને આશરે ચાર લિટર પાણી હતું. જેની મદદથી તે જીવતો રહ્યો હતો.
ડ્રોન કેમેરાથી જાણકારી મળી
કેલિફોર્નિયા પોલીસના જણાવ્યા પ્રમાણે ગુરુવારે ડ્રોનની મદદથી મેકકિલશને જંગલની વચ્ચેથી શોધી કાઢવામાં આવ્યો. કે કાદવથી લથપથ અને નબળી સ્થિતિમાં મળી આવ્યો હતો. પરિવારના સભ્યો પહેલા તેને ઘરની આસપાસ શોધતા રહ્યા પરંતુ જ્યારે પાંચ દિવસ પછી પણ તેને શોધી ન શક્યતા 16 જૂને ફાધર્સ-ડે પર પોલીસ સ્ટેશનમાં જઈ ખોવાઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
બચાવ અભિયામાં કુલ 300 લોકો જોડાયા
મેકકિલશને શોધવા માટે પોલીસ અને વન વિભાગના 300 લોકોએ એક વિશેષ બચાવ અભિયાન ચલાવ્યું હતું. 2600 સ્કવેર કિલોમીટરના જંગલમાં ડ્રોનની મદદ લેવામાં આવી હતી. બચાવ ટીમે ઘણીવાર તેની બચાવો બચાવોની અવાજ સાંભળી હતી પરંતુ જંગલમાં ગૂંજતા અવાજને લીધે બચાવ ટીમને યોગ્ય દિશા શોધવી મુશ્કેલ બની ગઈ હતી. આખરે, 10 દિવસ પછી તેને સલામત રીતે શોધી લેવામાં આવ્યો હતો.

જંગલમાં જીવતા રહેવાનો ફંડા
અમેરિકાની એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં મેકકિલશે જણાવ્યું કે તે 10 દિવસ સુધી એક જોડી પેન્ટ, જૂતા અને ટોપીની મદદથી વાતાવરણ સાથે સંઘર્ષ કરતા રહ્યા હતા. જૂતામાં પાણી ભરીને પીતો હતો. અને આની મદદથી તે જીવતો રહ્યો. તેને જણાવ્યું કે જંગલમાં આગ લાગવાને લીધે રસ્તો ભૂલાઈ જવાયો હતો. તેને થાક અને શરીરમાં પીડાની સમસ્યા છે. રૅસ્ક્યૂ કર્યા પછી મેકકિલશેને મેડિકલ ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે.
જંગલમાં ભીષણ આગ બાદ રસ્તો ભૂલાઈ ગયો
મેકકિલશે જણાવ્યું કે થોડા સમય પહેલા જંગલમાં આગ ભભૂકી ઉઠી હતી. જેના લીધે તે પોતાના રસ્તો ભૂલી ગયો. થાક અને ઈજાને લીધે હવે તે થોડા સમય સુધી જંગલમાં નહિ જાય. તેને જણાવ્યું કે જંગલમાં એટલું પગપાળા ચાલ્યો છું કે હવે તે એક વર્ષ સુધી પગપાળા નહી ચાલે. તેને ફરીથી મળવાથી પરિવારના સભ્યો અને બચાવ ટીમનો આભાર માન્યો હતો.


