- તરાવ નદી ઉપર આવેલા ત્રણ ચેકડેમો ઓવરફ્લો થયા
- તાલુકાનાં અનેક ગામડાઓમાં પાણીની નિરાંત થઈ ગઈ
- વરસાદને પગલે તરાવ નદી વરસાદના પાણીથી બે કાંઠે વહેતી થઈ હતી.
દેડિયાપાડા સહિત સમગ્ર તાલુકામાં આવેલી તરાવ નદી વરસાદના પાણીથી બે કાંઠે વહેતી થતાં માથાવલી, મોઝદા, બલ, ગડી, મોટી સિંગલોટી, નાની સિંગલોટી, ખુડદી, કોલીવાડા, બોગજ ગાજર ગોટા, લાડવા, કાબરી પઠાર, અન્ય ગામડાઓમાં પાણીની નિરાંત થઈ ગઈ છે.
તરાવ નદી ઉપર આવેલા ત્રણ મોટા ચેકડેમો ભરાઈ ગયા છે અને ઓવરફ્લો થયા છે. તેમાં મોટી સિંગલોટી ગામ પાસે, કલીવાડા (બોગજ) ગામે, ગાજર ગોટા ગામે આવેલો તરાવ નદી પરનો મોટો ચેકડેમ ભરાઈ ગયો છે આ ચેકડેમો ના પાણી તરાવ નદી કિનારે આવેલા બંને કાંઠાના આદિવાસી ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહેશે એટલે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. ગામડાંના લોકોને ખેડૂતો, પશુઓ, પક્ષીઓ અને જંગલી પ્રાણીઓને પીવાના પાણીની નિરાંત થઈ ગઈ છે. તરાવ નદીનું પાણી કરજણ નદીમાં ભળી જાય છે. કરજણ ડેમની જળાશયમાં તરાવ નદીનું પાણી વૃધ્ધિ કરે છે.


