- કરાચીમાં ગરમી પ્રકોપના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે
- ચાર દિવસમાં ઓછામાં ઓછા 450 લોકોએ જીવ ગુમાવ્યા છે
- કરાચીમાં ચાર શબઘર છે અને તે સંપૂર્ણપણે ડેડબોડીથી ભરાઈ ગઈ છે
પાકિસ્તાનના કરાચીમાં ગરમી પ્રકોપના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. અહીં માત્ર ચાર દિવસમાં ઓછામાં ઓછા સાડાચારસો લોકોએ જીવ ગુમાવ્યા છે. બુધવારે એક એનજીઓ એધી ફાઉન્ડેશને આ દાવો કર્યો હતો. એનજીઓએ એવો પણ દાવો કર્યો છે કે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે શબઘરોમાં પણ મૃતદેહો રાખવા માટે જગ્યા રહી નથી. ઈધી ફાઉન્ડેશને કહ્યું કે આ મૃત્યુ માત્ર ચાર દિવસમાં થયા છે.
કાળઝાળ ગરમીને કારણે લોકોએ જીવ ગુમાવ્યા
ઇધી ફાઉન્ડેશને જણાવ્યું હતું કે ચાર દિવસમાં કાળઝાળ ગરમીને કારણે 427 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં બુધવારનો આંકડો સામેલ નથી. એનજીઓના વડા ફૈઝલ એધીએ જણાવ્યું હતું કે કરાચીમાં ફાઉન્ડેશનના ચાર શબઘરો છે અને હવે સ્થિતિ એ લેવલે પહોંચી ગઈ છે કે ચારેય શબઘરમાં મૃતદેહો રાખવા માટે જગ્યા રહી નથી. મંગળવારે પાકિસ્તાની અધિકારીઓએ કહ્યું હતું કે ઓછામાં ઓછા 48 કલાકમાં 20 લોકોના મોત થયા છે.
મૃતદેહ રાખવાની નથી જગ્યા
ફૈઝલ ઈધીએ કહ્યું કે મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના લોકો બેઘર અને ડ્રગ્સ લેનાર લોકો હતા, જેઓ શેરીઓમાં પડ્યા હતા. તેમણે જણાવ્યું કે મંગળવારે 135 અને સોમવારે 128 મૃતદેહો તેમના શબઘરોમાં પહોંચ્યા હતા. ઈધી ટ્રસ્ટ એ પાકિસ્તાનનું સૌથી મોટું કલ્યાણ ફાઉન્ડેશન છે, જે દેશભરમાં ગરીબો, બેઘર લોકો, અનાથ બાળકો અને મહિલાઓ માટે કામ કરે છે.
10 મૃતદેહોનું આવ્યું કરવામાં પોસ્ટમોર્ટમ
પાકિસ્તાને મંગળવારે કહ્યું હતું કે કરાચીમાં 48 કલાકમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. રાહત સેવા અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે કરાચીની શેરીઓ અને અન્ય સ્થળોએથી વધુ 10 મૃતદેહો મળી આવ્યા હતા. આના એક દિવસ પહેલા સોમવારે પણ 10 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
ફૂટપાથ અથવા રસ્તાની બાજુએ રહેતા લોકોના થયા મૃત્યુ
પોલીસ સર્જન સુમૈયા સૈયદે જણાવ્યું હતું કે, ‘મોટાભાગના મૃતદેહો ફૂટપાથ અથવા રસ્તાની બાજુએ રહેતા લોકોના છે અને દેખીતી રીતે શહેરમાં ભારે ગરમીને કારણે મૃત્યુ પામ્યા છે.’ અધિકારીઓએ જણાવ્યું હતું કે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ પહોંચ્યું હોવાથી ભારે ગરમીને કારણે સંભવતઃ દરેકના મોત થયા હતા.


