- ઈમરાન ખાનની પાર્ટીના સાંસદ જુનૈદ અકબરે રાજીનામું આપતા ચકચાર
- જુનૈદ અકબરે જણાવ્યું કે, કોઈ જૂથ અથવા સમૂહનો હિસ્સો નથી
- જેલની હવા ખાઈ રહેલા ઈમરાન ખાનની પાર્ટીના સાંસદે અચાનક પાર્ટી છોડી
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ રોકાવાનું નામ નથી લઈ રહી. હવે તેઓની પાર્ટીના સાંસદ જુનૈદ અકબરે રાજીનામું આપી દીધું છે. જુનૈદ અકબરે દાવો કર્યો છે કે કેટલાક લોકો જેલમાં બંધ ઈમરાન ખાનને મળી શકે છે જ્યારે બીજા લોકોને ના પાડવામાં આવી રહી છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિક-ઐ-ઈન્સાફમાં વિવાદનો એક નવો ફણગો ફૂટ્યો છે. પહેલાથી ઈમરાન ખાનની પાર્ટી આંતરિક ઘર્ષણથી ઝઝૂમી રહી છે ત્યારે પક્ષના જુનૈદ અકબરે રાજીનામું આપી દેતા ઈમરાન ખાન સહિત પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે.
પાકિસ્તાન નેશનલ એસેમ્બલીના સભ્ય શેર અફઝલ મારવતે પાકિસ્તાન તહેરિક-ઐ-ઈન્સાફના સેનેટર શિબલી ફરાઝના રાજીનામાની માંગ કરી છે. તેઓની સામે જેલમાં બંધ પાર્ટીના સંસ્થાપક ઈમરાન ખાન સુધી પહોંચતા રોકવાનો આરોપ મૂક્યો છે. નેતાઓનું કહેવું છે કે જે વકીલો ઈમરાન ખાનને મળવાની મંજૂરી હોય તે અડધી વાત કહેતા હોય છે અથવા તો પોતાના ફાયદા પ્રમાણે તોડી મરોડીને રજૂ કરે છે. જે બાદ જુનૈદ અકબરે દાવો કર્યો કે કેટલાક લોકો પાર્ટીના સુપ્રીમોને મળી શકે છે જ્યારે બીજાને ના પાડી દેતા હોય છે.
સાંસદની આપવીતી
જો કે પીટીઆઈ પક્ષને છોડી ચુકેલા જુનૈદ અકબરે પાર્ટી પ્રત્યે પોતાના નિષ્ઠા દર્શાવી હતી. તેઓએ જણાવ્યું કે પીટીઆઈ મારું ઘર છે અને હું કોઈ જૂથ કે સમૂહનો હિસ્સો નથી. અને હું કોઈ સાથે જોડાઈશ પણ નહિ. મહત્ત્વનું છે કે, જુનૈદ અકબરનું રાજીનામું નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા ઉમર અયુબને રાજીનામું સોંપ્યા પછી આવ્યું છે. તેઓએ પીટીઆઈના મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું છે. જે પાર્ટીના સંગઠનના પાયામાં ફેરફારના સંકેત આપે છે.
ઉમર ઐયુબનું રાજીનામું નામંજૂર
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની ફરિયાદ પછી પીટીઆઈ સંસ્થાપક અને જેલમાં બંધ પાર્ટીના અન્ય નેતાઓની મુક્તિ પર ધ્યાન કેન્દ્રીત કરવાના બદલે ઉચ્ચા પદ પરથી નજર રાખી છે. પાર્ટી સાંસદોએ બધાની મંજૂરીથી ઉમર ઐયુબનું રાજીનામું સ્વીકાર્યું નથી અને આ ઠરાવને બહાલી આપી હતી. તેમની નેતાગીરી પર ભરોસો દર્શાવ્યો હતો.
ત્યારબાદ ઉમર ઐયુબના રાજીનામાને લઈ પંજાબ પ્રાંતમાં નવા એક મહાસચિવની નિમણૂક પર ચર્ચા શરૂ કરી દીધી છે. જેમાં બીજા ઉમેદવારો પણ રેસમાં હતા.


