તા.21 જૂનના કર્મયોગ મંદિરમાં વિશ્વ યોગ દિવસની કરાશે રંગારંગ ઉજવણી
જીવનમાં જો સફળ થવું હોય તો યોગ સાથે કર્મજ્ઞાન અપનાવો: ડો રાજીવ મિશ્રા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં કર્મયોગી અને મોટીવેશન ગુરુ ડો રાજીવ મિશ્રા દ્વારા છેલ્લા ૧૯ વર્ષથી નિયમિત કર્મયોગ મંદિર ઇવનિંગ પોસ્ટ જુબેલીબાગ સામે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની બાજુમાં યોગના અભ્યાસ સાથે કર્મજ્ઞાનનું સુંદર વક્તવ્ય દર રવિવારે સવારે 7:30 થી 8 દરમિયાન આપવામાં આવે છે જેમાં કોઈ પણ વ્યક્તિ નિશુલ્ક ભાગ લઈ શકે છે.
વધુમાં આગામી તા 21 જૂનના કર્મયોગ મંદિર દ્વારા વિશ્વ યોગ દિવસની ગરીમા પૂર્ણ ઉજવણી કરવામાં આવશે આ પ્રસંગે યોગ અને પ્રાણાયામના અભ્યાસ સાથે કર્મજ્ઞાનનું સુંદર વક્તવ્ય પણ ડોક્ટર રાજીવ મિશ્રા દ્વારા આપવામાં આવશે સવારે 6. 45 થી 8 વાગ્યા સુધી યોગ અને પ્રાણાયામ નો અભ્યાસ કરાવાશે બાદમાં 8 થી 8:30 વાગ્યાસુધી કર્મજ્ઞાન પર લેક્ચર રહેશે આ યોગ દિવસ ના નિશુલ્ક કાર્યક્રમ કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે આવનાર દરેક સાધકે યોગમેટ પાણીની બોટલ તેમજ છત્રી સાથે લાવવી જરૂરી છે વધુ વિગત માટે ડો.મિશ્રાના વોટસએપ નંબર 8511829 002નો સંપર્ક કરી શકે છે.


