અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામ સામે આવી ગયા છે અને અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીના નિવેદનનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસકર્મીઓ હોવા છતાં બંને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું. જેમાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ રોષ ફેલાયો છે. જેમાં અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં બજરંગ દળનો વિરોધ શરૂ થયો છે. રાહુલ ગાંધીએ હિંદુઓને હિંસક કહેતા વિરોધ નોંધાવ્યો છે. તેમાં રાહુલ ગાંધીના પોસ્ટરો ઉપર કાળી શાહી લગાવી વિરોધ કર્યો છે. ગઈકાલે રાત્રે બજરંગ દળે કોંગ્રેસ કાર્યાલયે પોસ્ટર લગાવ્યા છે.
જાણો શું છે સમગ્ર મામલો
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવાર, 1 જુલાઈના રોજ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે તેમનું પ્રથમ ભાષણ આપ્યું હતું. તેમણે ભગવાન શિવનો ફોટો બતાવીને ભાષણની શરૂઆત કરી હતી. 90 મિનિટના ભાષણમાં રાહુલે હિન્દુત્વ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, NEET, અયોધ્યા અને મોદીનો ડર જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમજ ડરો મત અને ડરાવો મતની વાત કરીને રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યમાં હિન્દુ ધર્મને લઈને પણ કેટલીક વાતો કરી હતી. તેમજ અલ્પસંખ્યકોને લઈને પણ કેટલાક મુદ્દાઓને ટાંક્યા હતા. તેણે આપેલા નિવેદનથી હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે.


