- મુંબઈ આતંકી હુમલાનો આરોપી તહવ્વુર રાણી જલ્દી ભારત લવાઈ શકે છે
- મુખ્ય કાવતરાખોર ડેવિડ હેડલીનો રાણા સાગરિત હતો
- મુંબઈ આતંકી હુમલામાં 166 લોકોનાં મોત થયા હતા
ભારતના મુખ્ય બિઝનેસ હબ ગણાતા એવા શહેર મુંબઈમાં વર્ષ-2008માં ચકચારી આતંકવાદી હુમલામાં સંડોવાયેલા અને ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપી તહવ્વુર રાણા જલ્દી ભારત આવી શકે છે. અમેરિકાના એટોર્નીએ ફેડરલ કોર્ટમાં જણાવ્યું કે અમેરિકા ભારત પ્રત્યાર્પણ સંધિની જોગવાઈ હેઠળ રાણાને ભારત સોંપાઈ શકે છે. અમેરિકી એટોર્ની પ્રમુખે એક કોર્ટમાં છેલ્લી દલીલ આપી જેમાં રાણાને કેલિફોર્નિયામાં અમેરિકી ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ વિરુદ્ધ અપીલ કરી છે. કેલિફોર્નિયાની કોર્ટે હેબિયસ કોર્પસની રિટનો અસ્વીકાર કર્યો હતો.
તહવ્વુર રાણાએ મે મહિનામાં કોર્ટમાં અરજી કરી હતી
પાકિસ્તાની મૂળના કેનેડિયન કારોબારી 63 વર્ષીય રાણાએ મે મહિનામાં કોર્ટના આદેશને પડકારતી અરજી દાખલ કરી હતી. કોર્ટે મુંબઈ આતંવાદી હુમલાના આરોપીને ભારત સોંપવાના અમેરિકી સરકારની અપીલને સ્વીકાર કરી લીધી છે. એલ્ડેને જણાવ્યું કે રાણાને સંધિના સ્પષ્ટ જોગવાઈ હેઠળ ભારત સોંપવામાં આવી શકે છે. અને ભારતે આતંકવાદી હુમલામાં તેની ભૂમિકા માટે તેની પર કેસ ચલાવવાનું કારણ સાબિત કર્યું છે. આ હુમલામાં કુલ 166 નિર્દોષ લોકોનાં મોત થયા હતા. તેમજ 239 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ડેવિડ હેડલીનો સાગરિત મનાય છે રાણા
એલ્ડેને પાંચમી જૂને કોર્ટમાં દલીલ રજૂ કરતા કહ્યું કે ભારત અને અમેરિકા બંને સંધિની જોગવાઈ પર સહમત છે. તેમને જણાવ્યું કે બંને પક્ષોએ હવે કહ્યું કે આ જોગવાઈની વ્યાખ્યા ગુનાના આધાર પર કરવી જોઈએ. હાલ લોજ એન્જેલસની જેલમાં બંધ રાણા મુંબઈ હુમલામાં સંડોવાયેલો હોવાનો આરોપ હેઠળ સજા કાપી રહ્યો છે. તે અને પાકિસ્તાની અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીનો સાથી મનાઈ રહ્યો છે. 26-11 મુંબઈ હુમલાનો મુખ્ય કાવતરાખોરોમાંનો એક છે.
રાણાને ખબર હતી કે ભારતમાં શું થશે?
તહવ્વુર રાણાની દલીલ કરતા વકીલ જોન ડી ક્લાઈને કહ્યું કે, શક્યતાઓને સમર્થન કરનાર પૂરતા પુરાવા નથી. વકીલે વધુમાં જણાવ્યું કે કારણનું સમર્થન કરવા પૂરતા પુરાવા છે. રાણા જાણતો હતો કે વર્ષ-2006 અને 2008ની વચ્ચે ભારતમાં શું થશે. તેમને કહ્યું કે તેને ઘણીવાર ડેવિડ હેડલી સાથે મુલાકાત કરી હતી. એવા દસ્તાવેજી પુરાવા છે. જે હેડલીની સાક્ષીનું સમર્થન કરે છે. જેમાં નકલી વીઝા માટે અરજી કરવાનું પણ સામેલ છે.
મુંબઈ આતંકી હુમલામાં 166 લોકોનાં મોત થયા હતા
મુંબઈમાં વર્ષ-2008માં થયેલા આતંકવાદી હુમલામાં અમેરિકાના છ નાગરિકો સહિત કુલ 166 લોકોનાં મોત થયા હતા. મુંબઈમાં 10 પાકિસ્તાની આતંકવાદીઓએ 60 કલાક સુધી મુંબઈના ઘણા સ્થાનો પર આડેધડ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યા હતા.


