સરકાર કંપનીઓની ગુલામ, ખેડૂતો સાથે અન્યાય : કોંગ્રેસ
ખાનગી વીજ કંપનીઓની જોહુકમી સામે લડતા ખેડૂતોની દુર્દશા : જગતાતની આવક ડબલ થવાના બદલે અડધી થઇ ગઇ : તા.૧૫મીએ ગાંધીનગરમાં ૧૧૧૧ ટ્રેકટરની રેલીનું કોંગ્રેસ દ્વારા એલાન
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ખાનગી કંપનીઓ દ્વારા વીજલાઇન નાખવામાં આવી રહી છે. જેમાં ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવતુ નથી અને ફળદ્રુપ જમીનને પણ નુકશાન થતી હોવાની રાવ સાથે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને સરકાર દ્વારા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાના આક્ષેપ કોંગ્રેસ નેતા પાલ આંબલીયા, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા છે.
આ અંગે કિસાન સંઘર્ષ સમિતિના પાલભાઇ આંબલીયાએ જણાવ્યું હતું કે ખેડૂતોના ખેતરમાં વીજલાઇન નાખવી હોય તો ત્રણ દાયકા અનુસાર વળતર આપવુ પડે છે. પરંતુ તે મુજબની કામગીરી ભાજપના રાજમાં થતી નથી. દ્વારકામાં ખેડૂતને ગળુ દબાવવા બાબતે તે ખેતરનો જવાનો હુકમ નથી તો પોલીસ કંપનીના ગુંડા તરીકે સોપારી લીધી છે.
વધુમાં જણાવ્યું હતું કે પ્રશાસન તરફથી ના યોગ્ય વળતર કે ના યોગ્ય વર્તન કરવામાં આવી રહ્યું છે. પોલીસ પ્રશાસન જબરદસ્તી કરી રહ્યા છે. ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા ઉપરાંત પોણો કિ.મી. વિસ્તારમાં દોરડા બાંધી અન્ય જમીન પણ કબ્જે કરાઇ છે. આ તમામ અત્ચાર બાબતે કૃષિમંત્રી પણ મૌન સેવી રહ્યા છે. તેવા આકરા પ્રહાર પાલભાઇ આંબલીયા દ્વારા કરવામાં આવ્યા હતાં.
આ અંગે ધારાસભ્ય જીજ્ઞેશભાઇ મેવાણીએ જણાવ્યું હતું કે પોલીસ પ્રશાસન જબરદસ્તી કરી રહ્યા છે અને માતા-બહેનોને મારી રહ્યા છે. કંપનીઓના ઇશારે ભાજપ સરકાર ખેડૂતો અને પરિવાર સાથે આ પ્રકારનું વર્તન કરે છે. જેના વિરોધમાં આગામી તા.૧૫ જૂને કિશાન કોંગ્રેસ અને કિશાન સંઘર્ષ સમિતિ સહિત ૨3 જેટલા સંગઠનો દ્વારા ટ્રેકટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ખેડૂતોના ન્યાય માટે રજુઆત કરવામાં આવશે.
રાજકોટમાં તોડ કરતી ચાર પોલીસ કર્મીની ટીમ સુરતમાં સક્રિય : મેવાણી
સુરત ડિમોલેશન મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, કલેકટરને ખબર નથી તેમની નાક નીચે કોણે ડિમોલેશન કયુ. ડિમોલેશનની ખબર ન હોય તો અધિકારીઓએ રાજીનામુ આપી દેવું જોઇએ. રાજકોટમાં તોડ કરતી ચાર પોલીસ કર્મીની ટીમ હાલ સુરતમાં સક્રિય થઇ છે. પોલીસ કર્મીઓએ ડિમોલેશનમાં વરવી ભૂમિકા ભજવી હોવાના આક્ષેપ કર્યા છે.
ખેડૂતોની મુખ્ય માંગણીઓ
1) જમીન માપણી અને કાપણી જેમાં ખોટી અને ભૂલ ભરેલી સંપૂર્ણપણે રદ્દ કરો અને જમીન સંપાદનના કાયદામાં ખેડૂતોને માર્કેટ ભાવનાં ચાર ગણું વળતર આપો એવી જ રીતે વીજ લાઈનોના પ્રશ્નોમાં દરેક વિજપોલ(થાંભલો) દીઠ 2 કરોડ રૂપિયા અથવા માસિક 30 હજાર ભાડું અથવા માર્કેટ ભાવના ચર ગણું વળતર આપો
2) ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરો
છેલ્લા વર્ષોમાં કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે વાવાજોડાના કારણે ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે સરકારે પાકવિમા યોજના બંધ કરી ખેડૂતોને કુદરતી આપતિઓ સામે રક્ષણ આપવાનું બંધ કર્યું છે એટલું જ નહીં વર્ષ 2014 પછી ખેડૂતોની ખેત પેદાશના ભાવમાં વધારો થવાને બદલે ઘટાડો થયો છે તેની સામે ખેત ઉત્પાદન ખર્ચ દવા, ખાતર, બિયારણ અને ડીઝલ બે થી ત્રણ ગણા વધ્યા છે સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે ખેડૂત દેવાદાર બન્યો છે માટે ખેડૂતોનું દેવું પણ સરકાર જ માફ કરે
3) દૂધ – ખેત પેદાશના પોષણક્ષમ ભાવ આપવામાં આવે (વિગત મુદ્દા નંબર 2 આવી ગયેલ છે)
4) ખાણ – દાણ, ખાતર, દવા બિયારણ સતત મોંઘા
આપ સૌ જાણો છો કે પશુઓ માટે ખાણ દાણ હોય કે ખેત પેદાશ માટે વપરાતા દવા ખાતર બિયારણ હોય એના ભાવ સતત વધી રહયા છે અને તેની સામે નકલી ખાતર અને બિયારણનો ભોગ ખેડૂત બની રહયા છે જરૂર હોય ત્યારે ખાતર ન મળવું નેનો ખાતરની બોટલ ખેડૂતોને ફરજીયાત આપવી વગેરે
5) ખેતી માટે મફત વીજળી
ભારતના અનેક રાજ્યોમાં ખેડૂતોને મફત વીજળી આપવામાં આવે છે તેમ ગુજરાતમાં પણ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવે


