- બ્રિટનમાં વસતા 18 લાખથી વધુ ભારતીયો પણ મહત્ત્વનો ભાગ ભજવશે
- ચૂંટણી પ્રચારમાં બંને પક્ષના નેતાઓએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી
- બ્રિટનની કુલ 650 બેઠકોની આજે એકજ તબક્કામાં મતદાન યોજાશે
બ્રિટનની જનતા આજે મતદાન કરીને પોતાની સરકારની પસંદ કરશે. અહીં કંઝર્વેટિવ પાર્ટીના નેતા વડાપ્રધાન ઋષિ સુનકની સીધી સ્પર્ધા લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મર સાથે છે. અત્યાર સુધી જે એક્ઝિટ પોલ આવ્યા છે તે પ્રમાણે ઈ વખતે સુનકની હાથથી સત્તા જતી નજરે આવી રહી છે. જો કે પીએમ સુનકે હાર તો નથી જ માની. તેઓ ચૂંટણી પ્રચારમાં છેલ્લા સમય સુધી લોકોને પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા.
યુનાઈટેડ કિંગડમમાં આજે જનરલ ચૂંટણી માટે વોટ નાખવામાં આવશે. મોડી રાત્રે અથવા બીજા દિવસની સવાર સુધી આનું પરિણામ પણ આવી જશે. પીએમ ઋષિ સુનક છેલ્લા કેટલાક અઠવાડિયાથી હજારો માઈલ યાત્રા કરીને પોતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. હવે ચુકાદાની ઘડી છે. આજે મતદાનની સાથે અહીંની જનતા વડાપ્રધાન પદ પર સુનક 20 મહિનાના કાર્યકાળ અને તેની પહેલાના ચાર કંઝર્વેટિવ વડાપ્રધાન પર નિર્ણય આપશે. એવું મનાઈ રહ્યું છે કે આ વખતે બ્રિટન વર્ષ-2005થી સત્તામાં આવવાની રાહ જોતી લેબર પાર્ચી પર ભરોસો કરી શકે છે.
વર્તમાન વડાપ્રધાન ઋષિ સુનકે સંપૂર્ણ તાકાત લગાવી દીધી
ચૂંટણી પ્રચારના છેલ્લા બે દિવસમાં વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન સુનકે ખાદ્ય વિતરણ ગોડાઉન, એક સુપરમાર્કેટ, એક પેઢીની મુલાકાત લીધી હતી. તેઓએ સતત ભારપૂર્વક કહ્યું કે ચૂંટણીનું પરિણામ કાંઈ પહેલાથી નક્કી નથી હોતું. કંઝર્વેટિવ નેતા જે ઓકટોબર 2022થી ઓફિસમાં છે. તેઓએ કહ્યું કે લોક જોઈ શકે છે અમે એક વળાંક લીધો છે. આ ખૂબ કઠોર વર્ષો રહ્યા છે પરંતુ એ વાતમાં કોઈ શંકા નથી કે હવે પહેલાની સરખામણીમાં સારી સ્થિતિમાં છીએ.
લેબર પાર્ટી જોશમાં આવી
ઋષિ સુનકના સૌથી મોટા વિરોધી કીર સ્ટાર્મરની લેબર પાર્ટી પણ પ્રચારમાં પૂરી શક્તિ લગાવી દીધી છે. અને સતત લોકોને આગ્રહ કર્યો કે તેઓ વિચારીને મતદાન કરે. કીર સ્ટાર્મરે પોતે છ અઠવિડાયનું અભિયાન ચલાવી પોતાની મધ્ય ડાબેરી પાર્ટીનો અવસર અને પરિવર્તન માટે મતદાન કરવાનો આગ્રહ કર્યો છે. એનાલિસ્ટો અને રાજનેતાઓ સહિત મોટાભાગના લોકોને આશા છે કે આ વખતે જનતા સ્ટાર્મરને સાથ આપી શકે છે.
નવા વિચારોની શોધમાં દેશ
લેબર પાર્ટીના ભૂતપૂર્વ ઉમેદવાર ડગ્લાસ બીટીએ એપીને જણાવ્યું હતું કે દેશ થાકેલી અને વિભાજિત સરકારથી દૂર નવી ઊર્જા શોધી રહ્યો છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે લોકો કન્ઝર્વેટિવ પાર્ટીની ભૂલોથી કંટાળી ગયા છે. વાસ્તવમાં અત્યાર સુધીની સફર સુનક માટે સારી રહી નથી. આ સિવાય તેમની પાર્ટીની છબી પણ જનતામાં સતત બગડતી રહી. તેની શરૂઆત બોરિસ જ્હોન્સન સાથે થઈ હતી જ્યારે તે કોવિડ-19 લોકડાઉન દરમિયાન પાર્ટી કરતો જોવા મળ્યો હતો.


