- કોન્ટ્રાક્ટરો-લીગલ શાખાના અધિકારી-વકીલો વચ્ચેની સાઠગાંઠ ખૂલી
- લીગલ સમિતિમાં અધિકારીઓનો ઉધડો લેવાયો, આપણી વિરુદ્ધમાં જ નિર્ણયો કેમ?
- વકલી અને આરબી ટ્રેટરને મળી રૂપિયા 2.50 કરોડની ફી ચૂકવી હોવા છતાં પરિણામ શૂન્ય
અમદાવાદ મ્યુનિ. લીગલ શાખાની પોલ ખૂલી ગઇ છે. કારણકે છેલ્લા પાંચ વર્ષમાં રોડ, ડ્રેનેજ અને બ્રિજના કામો કરનાર કોન્ટ્રાક્ટરો દ્વારા મ્યુનિ. કોર્પોરેશન સામે 68 કેસ કરાયા છે. આમાંથી 60 કેસ હાજી જતાં 145 કરોડમાંથી 101 કરોડના દાવા મંજૂર કરાયા છે.
મ્યુનિ. લીગલ સમિતીના ચેરમેન સહિત સભ્યોએ કહ્યું કે, મ્યુનિ. દ્વારા વકલી અને આરબી ટ્રેટરને મળી રૂપિયા 2.50 કરોડની ફી ચૂકવી હોવા છતાં પરિણામ શૂન્ય મળ્યું છે. તમામ કેસમાં આર્બિટ્રેશનના નિર્ણય આપણી વિરુદ્ધમાં જ આવે છે. મ્યુનિ. લીગલ શાખાના વકીલો શું કરે છે ? આક્રોશ ઠાલવતા અધિકારીઓનો ઉધડો લીધો હતો. કોઇ સેટિંગ ચાલતું હોય તો બંધ કરી દો. નહિતો કડક કાર્યવાહી કરાશે.
મ્યુનિ. કોર્પોરેશનમાં રોડ, પાણી અને ડ્રેનેજ સહિતના કામો કોન્ટ્રાક્ટર દ્વારા કરાય છે. જેમાં કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર વચ્ચે વિવાદ થાય ત્યારે આર્બિટ્રેશન(લવાદ)માં કેસ કરાય છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં 68 કેસ કરાયા છે. જેમાંથી 60 કેસમાંથી એક કેસનો ચુકાદો કોર્પોરેશનના તરફેણમાં આવ્યો નથી. આઠ કેસ ચાલી રહ્યા છે. 60 કેસનો ચુકાદો આવ્યો છે, તેના લીધે મ્યુનિ.સામે વિવિધ કેસોના મળી અંદાજે 145 કરોડની રકમના દાવા કરાયા છે. આમાંથી આરીબટ્રેટર દ્વારા દ્વારા 101 કરોડના દાવા મંજૂર પણ કરી દેવાયા હોવાનું જણાવતા લીગલ સમિતીના સભ્યોએ કહ્યું કે, સૌથી વધારે 53 જેટલા વળતર અંગેના દાવા વિવિધ ઝોન અને રોડના કોન્ટ્રાક્ટર આકાશ ઇન્ફા પ્રોજેકટ લી. દ્વારા કરાયા હતાં. 60 કેસ માટે અત્યાર સુધીમાં આર્બિટ્રેશનને રૂ.1.65 કરોડ અને વકીલોને 83 લાખ ફી ચૂકવ્યા પછી પણ કોઇ પરિણામ નહીં મળતાં વકીલો તેમજ અધિકારીઓની સાંઠગાંઠ ખુલ્લી પડી ગઇ હોવાની સમિતિને આશંકા છે. જેથી ભવિષ્યમાં આ મામલે તપાસ પણ થાય તેવી શક્યતા છે.


