- પુતિને આપ્યું પીએમ મોદીને આમંત્રણ
- 8 અને 9 જુલાઈએ મોસ્કોની મુલાકાત લેશે પીએમ મોદી
- વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરશે પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે સોમવારે રશિયાની યાત્રા કરશે. તેમની આ યાત્રા પહેલા મોસ્કોની તરફથી એક નિવેદન જાહેર કરાયું છે અને તેમાં કહેવાયું છે કે આ ખાસ યાત્રાને લઈને તેઓ ઉત્સુક છે. આ યાત્રાને ભારત-રશિયાના સંબંધોને લઈને ખાસ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પીએમ 5 વર્ષ બાદ રશિયાનો પ્રવાસ કરી રહ્યા છે.
2 દિવસ મોસ્કોમાં રહેશે પીએમ મોદી
પીએમ મોદીને મોસ્કો પહોંચતા પહેલા રશિયાના રાષ્ટ્રપતિના કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવની તરફથી શનિવારે કહેવાયું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના આમંત્રણ પર પીએમ મોદી 22મા ભારત અને રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. તેઓે અહીં 8 અને 9 જુલાઈ એમ 2 દિવસ રહેશે.
વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરશે પીએમ મોદી
વિદેશ મંત્રાલયની તરફથી ગુરુવારે નવી દિલ્હીમાં આ ઉચ્ચ સ્તરની યાત્રાને લઈને જાણકારી આપવામાં આવી હતી અને સાથે કહેવામાં આવ્યું હતું કે બંને નેતાઓ બંને દેશની વચ્ચે બહુઆયામી સંબંધોને લઈને વિસ્તારથી સમીક્ષા કરશે. સાથે જ એકમેકના હિતને લઈને વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરાશે.
ક્રેમલિનના પ્રવક્તાએ કહ્યું કે અન્ય કાર્યક્રમો ઉપરાંત બંને નેતાઓ મોસ્કોમાં અનૌપચારિક વાતચીત પણ કરશે. તેમણે કહ્યું, દેખીતી રીતે એજન્ડા વ્યાપક હશે. આ પીએમ મોદીની સત્તાવાર મુલાકાત હશે અને અમને આશા છે કે બંને નેતાઓ અનૌપચારિક રીતે પણ વાત કરી શકશે. પેસ્કોવે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર છે. તેમણે એમ પણ કહ્યું કે ક્રેમલિનમાં બંને સામ-સામે વાતચીત અને પ્રતિનિધિમંડળ વચ્ચેની વાતચીત થશે.
2019માં છેલ્લે રશિયા ગયા હતા પીએમ મોદી
મળતી માહિતિ અનુસાર કહેવાઈ રહ્યું છે કે આ મુલાકાત ખાસ રહેવાની આશા છે. જે રશિયા અને ભારતના સંબંધો માટે ખાસ રહેશે. છેલ્લા 5 વર્ષમાં પીએમ મોદીની આ પહેલી રશિયા યાત્રા હશે. તેઓએ છેલ્લે 2019માં રશિયાની મુલાકાત લીધી અને પીએમ મોદી તે સમયે વ્લાદિવોસ્તોકમાં આર્થિક સંમેલનમાં સામેલ થયા હતા.
ભારતીય પીએમ અને રશિયાના રાષ્ટ્રપતિની વચ્ચે વાર્ષિક શિખર સંમેલન બંને દેશની વચ્ચે ખાસ રહેશે. અત્યાર સુધી ભારત અને રશિયામાં વારેઘડી 21 વાર્ષિક શિખર સંમેલનનું આયોજન કરાયું છે. 6 ડિસેમ્બર 2021ના રોજ નવી દિલ્હીમાં છેલ્લે વાર્ષિક સંમેલનનું આયોજન કરાયું હતું ત્યારે રાષ્ટ્રપતિ પુતિન શિખર સંમેલનમાં સામેલ થવા ભારત આવ્યા હતા.


