- ઋષિ સુનકની પત્નીએ ઇન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ
- અક્ષતા મૂર્તિની પોસ્ટ પર યુઝર્સે આપી પ્રતિક્રિયા
- સોશિયલ મીડિયા પર યૂઝર્સે કર્યા ઋષિ સુનકના વખાણ
આ પોસ્ટ પર સુનક અને મૂર્તિના ઘણા સમર્થકો કોમેન્ટમાં તેમની સેવા માટે બન્નેનો આભાર માની રહ્યા છે. અક્ષતા મૂર્તિએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “મારું ઘર.” તેણે પોસ્ટમાં પોતાની, તેમની પુત્રી અને તેના કૂતરાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તેઓ ખુલ્લા લીલા વિસ્તારમાં ફરતા હોય છે.
લોકોએ ઋષિ સુનકના પ્રયાસોની પ્રશંસા કરી
અક્ષતાએ તેને પોસ્ટ કરતાની સાથે જ યુઝર્સે તેના પર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધુ છે. કેટલાક લોકોએ ઋષિ સુનકના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, સુનકે બ્રિટનના વડાપ્રધાન તરીકે ઘણું સારું કામ કર્યું છે. દેશને ડેટ માર્કેટમાંથી બહાર કાઢવો પ્રશંસનીય છે
સુનકે પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સારું કામ કર્યું
ઇન્સ્ટાગ્રામ યુઝર મીનાએ કહ્યું કે, PM સુનકે પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ઘણું સારું કામ કર્યું છે. તેમણે જે રીતે ડેટ માર્કેટને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું તે ભૂલવું મુશ્કેલ છે. તમે હંમેશા દયાળુ રહ્યા છો. સાથે જ યુઝર્સે કહ્યું કે,અમને
ઋષિ સુનક પર ગર્વ છે, તેમણે દરેકને ગર્વ અનુભવ્યો
અન્ય એક યુઝર ગૌરી ફોજદારે લખ્યું કે,ઋષિ સુનક પર બધાને ખૂબ જ ગર્વ અનુભવ્યો છે અને તેમણે અમારા હૃદયને આનંદથી ભરી દીધા છે, ખાસ કરીને એક એશિયન હોવાને કારણે અમે ચોક્કસપણે તેના સૌથી મોટા સમર્થક છીએ.
યુઝર્સે સુનકની હાર બાદ દુખ વ્યક્ત કર્યું
યુઝર્સે કહ્યું કે, ઋષિએ કેટલું અદ્ભુત કામ કર્યું છે, મને તેમના પર અને તેમની સાથે ઊભા રહેવા માટે ગર્વ છે. હું ખૂબ જ દુઃખી છું કે ઋષિ હવે PM નથી. પરંતુ તમે હમેશા અમારા દિલમાં રહેશો સાથે જ સુંદર વેકેશન માટે શુભેચ્છા પણ યુઝર્સે પાઠવી હતી.
ઋષિ અત્યાર સુધીના સૌથી સારા વડાપ્રધાનમાંથી એક હતા
સૈલી-એન બોશોફ નામના યુઝરે કહ્યું કે, કન્ઝર્વેટિવ પાર્ટી ચૂંટણી હારવાનું કારણ તમારા પતિ નથી. તેઓ આ દેશના અત્યાર સુધીના સૌથી સારા વડાપ્રધાનોમાંથી એક હતા. રોગચાળા અને જીવન કટોકટીના સંકટ પછી એક આદર્શ નેતા છે. જો આ દેશમાં દરેક પાસે તેમના જેવુ કામ કરવાની નીતિ, બુદ્ધિ અને સમર્પણ હોત તો આ દેશ સમૃદ્ધ અને ઉત્પાદક હોત. હવે તેમની બહુ યાદ આવશે


