- મહેસાણામાં અસામાજીક તત્વો બેફામ બન્યા
- અસામાજિક તત્વોને પોલીસનો નથી રહ્યો ડર
- માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
મહેસાણામાં જાણે કાયદાનો ડર જ ના હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. શહેરમાં કેટલાક અસામાજીક તત્વો બેફામ બન્યા છે અને કાયદાનો કોઈ પ્રકારનો ડર તેમનામાં જાણે જોવા મળતો નથી. અસામાજીક તત્વો દ્વારા બાઈક ચાલકને ધોકા વડે માર મારવામાં આવ્યો છે.
અસામાજિક તત્વોની દાદાગીરી
શહેરમાં અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે અને આ અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી અને બાઈક લઈને જતા યુવકને ધોકા વડે માર મારવામાં આવ્યો છે. માર મારતા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ યુવકને મારમારીને અધમુવો કરી નાખ્યો છે, હાલમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.


