- ધ્રાંગધ્રાના પુનીતનગર, શાકમાર્કેટ પાસે અને કંકાવટીમાં પોલીસની રેડ
- પુનીતનગરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે રમાતા જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી
- જયારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમે કંકાવટી ગામે જુગારની રેડ કરી હતી
ધ્રાંગધ્રા સિટી પીએસઆઈ સહિતની ટીમને શુક્રવારે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન પુનીતનગરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે રમાતા જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી.
જેમાં મહાવીરસીંહ મનુભા જાડેજા, યોગરાજસીંહ વિક્રમસીંહ ઝાલા, હરદેવસીંહ ભુતપસીંહ ઝાલા, રમેશ ધીરૂભાઈ ચાવડા, કરણ કીરીટભાઈ પંચોલી, યુવરાજસીંહ નટુભા ચુડાસમા અને મહાવીરસીંહ જશુભા જાડેજા રોકડા રૂ. 15,020 અને 6 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 70,020ની મત્તા સાથે પકડાયા હતા.
જયારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમે કંકાવટી ગામે જુગારની રેડ કરી હતી. જેમાં બચુ કમાભાઈ કોપણીયા, કાળુ મગનભાઈ ઝીંઝુવાડીયા, છના ભાથીભાઈ વીંધાણી, રામજી સોમાભાઈ વીંધાણી, મુકેશ જેઠાભાઈ ચાવડા, હરી કાનાભાઈ સીંધવ, જાનુ લલાભાઈ સીંધવ ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂ. 7,370 સાથે ઝડપાયા હતા. બીજી તરફ ધ્રાંગધ્રા શાકમાર્કેટ પાસે આવેલ લકઝરા હોટલ સામેના ખાંચામાં રમાતા જુગાર પર ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના સ્ટાફની ટીમે રેડ કરી હતી. જેમાં ગંજીપાનાનો જુગાર રમતા ટેલીફોન એકસચેન્જ પાસે રહેતો હસમુખ અંબાલાલ શાહ, કસ્બા શેરીમાં રહેતો સીકંદર અબ્દુલભાઈ મંડલી અને જુની શાકમાર્કેટ પાસે રહેતો ઘનશ્યામ ચીકાભાઈ અખીયાણી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. 11,020 સાથે પકડાયા હતા. જયારે વઢવાણ પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ગેબનશા પીર સર્કલ પાસે એકશખ્સ બોલપેનથી ડાયરીમાં કંઈકશંકાસ્પદ લખતો નજરે પડયો હતો. આથી તપાસ કરતા ધોળી પોળમાં આવેલ ઘાંચીની મસ્જીદ પાસે રહેતો ઈરફાન મહેમુદભાઈ વળદરીયા વરલી મટકાનો જુગાર રમતો રોકડા રૂ. 3,530 સાથે ઝડપાયો હતો.
આ ઉપરાંત સુરેન્દ્રનગર શહેરના એ ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમે શહેરની ફીરદોસ સોસાયટીમાં રેડ કરીને મુન્ના હબીબભાઈ મોવરને વરલી મટકાનો જુગાર રમતા રોકડા રૂ. 1,100 સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


