- કલ્યાણપુરના રાવલ ગામે ધોધમાર વરસાદ
- તોફાની બેટિંગથી રસ્તાઓ પર પાણી પાણી
- બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા
રાજ્યમાં મેઘરાજાએ થોડા દિવસનો વિરામ લીધા બાદ હવે ફરી એક વખત પધરામણી કરી છે. દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે અને ગામના અનેક રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
મેઘરાજાની તોફાની બેટિંગથી ગામના તમામ રસ્તાઓ પાણી પાણી
વરસાદના કારણે રાવલ ગામના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાંથી પાણી ના પુર વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રાવલ ગામમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ગામના તમામ રસ્તાઓ પાણી પાણી થયા છે. રાવલ ગામે વરસાદ રૂપી કાચું સોનું વરસતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે.
હવામાન વિભાગ મુજબ રાજ્યમાં 7 જિલ્લામાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદની આગાહી છે. તેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથમા અત્યંત ભારે વરસાદની આગાહી છે. વરસાદી ટ્રફ પસાર થતો હોવાથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
23 જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ
રાજ્યના 23 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. તેમજ દાહોદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગરમાં અતિભારે વરસાદની આગાહી સાથે મહેસાણા, પાટણ, મોરબી, રાજકોટ, બોટાદમાં અતિભારે વરસાદની આગાહી છે. ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ સુરત, તાપી, ડાંગ, નવસારી,વલસાડમાં અતિભરે વરસાદની આગાહી કરાઈ છે.


