- શહેરમાં પડેલા નજીવા વરસાદને કારણે ખાડારાજ
- ભૂજમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર
- પાલિકા દ્વારા મહેરઅલી ચોકમાં ખાડા પુરવાની કામગારી હાથધરી
ભુજ શહેરમાં પડેલા નજીવા વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેના પરિણામે ઘણા ખરા રસ્તા ઉપર ખાડા પડ્યા છે, તો અમુક વિસ્તારોમાં ભૂવા પડવાની પણ ઘટના સામે આવી છે. ભુજમાં વરસાદને કારણે અનેક રોડ-રસ્તાઓ ધોવાયા હતા. જેને પગલે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પાલિકાનું તંત્ર દોડતું થયું છે. પાલિકા દ્વારા મહેરઅલી ચોકમાં ખાડા પુરવામાં આવી રહ્યા છે.
અગાઉ ભુજના હદય સમાં હમીરસર તળાવના કિનારે આવેલ ગાંધીજીની પ્રતિમા આગળના મુખ્ય રોડ પર પડેલા ભુવાને કારણે પાલિકાનું તંત્ર દોડતું થયું છે. ભુજમાં વરસેલા વરસાદે તંત્રની પોલ ખોલી છે. તંત્રની મોન્સુન કામગારીને લઇ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. આખરે સંદેશ ન્યૂઝના અહેવાલની ઇમ્પેક્ટ પડતા તંત્ર યુદ્ધના ધોરણે કામગારી હાથ ધરી છે.
ભુજ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અનેક સમસ્યાઓ ઊભી કરી છે. ક્યાંક પાણી ભરાયા છે તો ક્યાંક જમીન નીચેથી પાણી કે ડ્રેનેજ માટે પાઈપલાઈન નાખવા માટે ખાડા ખોદયા બાદ યોગ્ય માટીની ભરતી ના કરીને ચોમાસા દરમિયાન પાણી ભરાતા ભુવો પડે છે. ભુજમાં અગાઉ પણ અનેક વાર ભુવા પડયા છે. ત્યારે ગટરના પાણી ભરાવા, વરસાદના પાણી ભરાવાની તકલીફ તો દર વર્ષે ચોમાસામાં થતી હોય છે.


