- અમદાવાદના મોરૈયામાં મૌરૈયા જનરલ હોસ્પિટલ સીલ
- મેહુલ ચાવડા આ હોસ્પિટલ પણ ચલાવતો હતો
- મેહુલને જાણ થતાં હોસ્પિટલમાંથી સામાન લઈને ફરાર
અમદાવાદ જિલ્લામાંથી વધુ એક બોગસ હોસ્પિટલ ઝડપાઇ..અનન્યા હોસ્પિટલમાં બોગસ ડૉક્ટર બનેલા મેહુલ ચાવડાની જ વધુ એક હોસ્પિટલ સીલ કરવામાં આવી.. મોરૈયા ખાતે શેડ ઉભો કરીને જનરલ હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી. જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલ સીલ કરી છે. આ હોસ્પિટલમાંથી મેડિકલ વેસ્ટ પણ મળી આવ્યો છે.
અમદાવાદ જિલ્લામાંથી અગાઉ આ જ શખ્સ મેહુલ ચાવડાની નકલી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ પકડાઈ હતી.. બાવળાના કેરાલા ગામે 2 દુકાનમાં અનન્યા નામની હોસ્પિટલ ચાલી રહી હતી. આ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક સગીરાનું મોત થયું હતું. સગીરાના મોત બાદ વાયરલ થયેલા વીડિયોથી તપાસ કરતા હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો.
હોસ્પિટલમાં ઓર્થો, ગાયનેક, સર્જરી સહિત નવ વિભાગ ધમધમતા હતા. 2 મહિનાથી હોસ્પિટલ ચાલતી હોવા છતાં સ્થાનિક આરોગ્ય વિભાગના ધ્યાનમાં ન આવ્યું, ન તો કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી. બાવળાના કેરાલા ગામની અનન્યા હોસ્પિટલમાં CDHOએ રેડ પાડી હતી અને નકલી હોસ્પિટલને સીલ કરી દીધી હતી.. અને તે સમયે જ બોગસ ડોક્ટર મેહુલ ચાવડાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને હવે તેની બીજી બોગસ હોસ્પિટલ પણ સીલ કરી દેવાઇ છે.


