RTO કચેરી ભ્રષ્ટાચારથી ખદબદે છે, પબ્લિક ડેટા પણ સેફ નથી તેવી ટ્વિટ કરનાર સામે નોંધાયો ગુનો
ઇન્ચાર્જ આરટીઓ અધિકારી દ્વારા સાઇબર ક્રાઇમમાં નોંધાવાઇ ફરિયાદ
રાજકોટની આરટીઓ કચેરી અવારનવાર વિવાદમાં આવતી હોય છે. તેમાં પણ અસંખ્ય વખત આરટીઓ અધિકારી અને કર્મચારીઓ પર ભ્રષ્ટાચારના ભયંકર આક્ષેપો થાય છે. એવું નથી કે આક્ષેપો ખોટા છે. ઘણી વખત આક્ષેપો સાબિત પણ થયા છે. ત્યારે ફરી એક વખત આરટીઓ કચેરીના ભ્રષ્ટાચારથી ત્રાંસી ગયેલા એક યુવકે આરટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ભ્રષ્ટાચારને લગતી ટ્વિટ કરતા આરટીઓ કચેરી ફરી વિવાદમાં આવી હતી જે બાબત ધ્યાને આવતા આરટીઓ અધિકારીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ આરટીઓ કચેરી એટલે ભ્રષ્ટાચારનું ઘર લોકોના મુખે બેસી ગયું છે. કોઈપણ કામ કરવું હોય એજન્ટ રાજ થકી નાણા વેરીને બધા કામો થાય છે. પછી તે ભલે લાઇસન્સ પ્રક્રિયા હોય, કે વાહનોના ફિટનેસની બાબતો હોય, કે પછી અન્ય બાબત. નૈવેધ ધર્યા વગર કોઈ કામ થતા નથી. અગાઉ અનેક વખત આરટીઓ અધિકારી અને કર્મચારીઓ સામે થયેલા આક્ષેપોની તપાસમાં ભ્રષ્ટાચારના ભાંડાઓ ખુલ્યા છે અને આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓને જેલના સળિયાની પાછળ પણ ધકેલી દેવામાં આવ્યા છે. ત્યારે બે વ્યક્તિઓના નામની પોસ્ટ રાજકોટ આરટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરવામાં આવી હતી અને તેમાં દર્શાવવામાં આવ્યું છે કે “રાજકોટ આરટીઓ કચેરી ભ્રષ્ટાચારથી ખદબદે છે. અને તેમાં પણ પબ્લિકનો ડેટા સેફ નથી” આવી આવી પોર્ટ આરટીઓ અધિકારી કેતન ખપેડને ધ્યાન આવતા તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી જેથી સાહેબ ના પીવાય મકવાણા દ્વારા તપાસની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં ચેક કરાતા એક બીપીન જોશીના નામની આઈડી માંથી મેસેજ કરવામાં આવ્યો છે અને તેમાં તેણે લખ્યું છે કે આરટીઓ કચેરીમાં તમામ સરકારી કામ માટે અલગ અલગ રૂપિયા લેવામાં આવે છે અને ભ્રષ્ટાચાર થાય છે જ્યારે બીજી પોસ્ટ ચિરાગ પરમાર નામની વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી તેમાં પણ તમામ કામ બાબતે પૈસા લેવામાં આવે છે અને પબ્લિકનો ડેટા સેફ નથી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથોસાથ આરટીઓ અધિકારી કે.એમ.ખપેડ ગરીબોના મોતનો સોદાગર છે અલગ અલગ કામ માટેના રૂપિયા લઈને ભ્રષ્ટાચાર કરવામાં કંઈ બાકી નથી રખાતું. તેવા મેસેજ મૂકવામાં આવ્યા છે જેથી તે બંને આઈડી ની તપાસ કરાતા તે આઈડી માં મોબાઈલ નંબર એક જ રાખવામાં આવ્યો હોવાનું ખૂલતા તેના સીડીઆર મંગાવી તપાસ કરાતા નંબર સંજય શાંતિલાલ ધુળકોટિયા (રહે પાવન પાર્ક, 80 ફુટ રોડ, સેટેલાઈટ ચોક, મોરબી રોડ રાજકોટ) ના નામે રજીસ્ટર થયેલ હોવાનું ખુંલવા પામતા સાયબર ક્રાઈમ દ્વારા સંજય ધુળકોટિયા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. આ શખ્સે પોતાની ઓળખ છુપાવવા માટે આ બંને આઈડી બનાવ્યાનું પણ ખુલવા પામ્યું છે.


