- થોડા સમય પૂર્વ લંડનમાં પણ કરાવી હતી સારવાર
- ગાયકવાડ માટે કોઈપણ મદદ હૃદયથી આવવી જોઈએ: કપિલ દેવ
- ગાયકવાડ ભારતીય ટીમના કોચ પણ રહી ચુક્યા છે
પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડની તબિયત લથડી છે. જેમાં અંશુમાન ગાયકવાડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમાં થોડા સમય પૂર્વ લંડનમાં પણ સારવાર કરાવી હતી. ગાયકવાડ ભારતીય ટીમના કોચ પણ રહી ચુક્યા છે.
થોડા સમય પૂર્વે લંડન ખાતે પણ સારવાર માટે લઈ જવાયા હતા
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને કોચની તબિયત લથડી છે. જેમાં પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડની તબિયત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તેમાં ગોરવાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તથા તબીબોએ અંશુમન ગાયકવાડની સ્થિતિ ગંભીર બતાવી છે. જેમાં થોડા સમય પૂર્વે લંડન ખાતે પણ સારવાર માટે લઈ જવાયા હતા.
ગાયકવાડ માટે કોઈપણ મદદ હૃદયથી આવવી જોઈએ: કપિલ દેવ
ગાયકવાડની સ્થિતિને લઈ કપિલ દેવથી લઈ અનેક પૂર્વ ક્રિકેટરો આગળ આવ્યા હતા. કપિલ દેવે ખુલાસો કરતા જણાવ્યું કે, ટીમના મારા પૂર્વ સાથી મોહિન્દર અમરનાથ, સુનીલ ગાવસ્કર, સંદીપ પાટીલ, દિલીપ વેંગસરકર, મદન લાલ, રવિ શાસ્ત્રી અને કીર્તિ આઝાદ ગાયકવાડની સારવાર માટે ફંડ એકત્ર કરવા માટે પાતાના તમામ પ્રયાસ કરી રહ્યા છે. કપિલે કહ્યું કે મને વિશ્વાસ છે કે BCCI આ મામલાને ધ્યાનમાં લેશે અને ભારતીય ટીમના કોચ રહી ચૂકેલા ગાયકવાડને આર્થિક મદદ કરશે. કપિલે કહ્યું કે, આ ખૂબ જ નિરાશાજનક છે. હું દુ:ખી છું કારણ કે હું ગાયકવાડ સાથે ઘણો રમ્યો છું અને તેમને આ સ્થિતિમાં નથી જોઈ શકતો. કોઈને પણ સમસ્યા ન થવી જોઈએ. હું જાણું છું કે બોર્ડ તેમને જોશે. અમે કોઈને દબાણ નથી કરી રહ્યા. ગાયકવાડ માટે કોઈપણ મદદ હૃદયથી આવવી જોઈએ.


