- એલોન મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટ કરી
- સિક્રેટ સર્વિસના વડા અને આ સુરક્ષા ટીમના વડાએ રાજીનામું આપવું જોઈએ
- તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરૂ છું
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગની ઘટના બાદ એલોન મસ્ક સમર્થક તરીકે આગળ આવ્યા છે. આઘાતજનક ગોળીબારના સમાચાર આવ્યાના થોડા સમય પછી, મસ્ક આગામી ચૂંટણીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને સમર્થન આપવા માટે સોશિયલ મીડિયા પર ગયા. રેલી દરમિયાન ફાયરિંગની ઘટના બાદ ટ્રમ્પના ચહેરા પર લોહીના ડાઘ જોવા મળ્યા હતા. એલોન મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “સિક્રેટ સર્વિસના વડા અને આ સુરક્ષા ટીમના વડાએ રાજીનામું આપવું જોઈએ.”
આ ઘટના હજુ તપાસ હેઠળ છે
અન્ય ટ્વિટમાં, મસ્કએ કહ્યું કે કાં તો આ અસમર્થતા હતી અથવા તે જાણી જોઈને કરવામાં આવેલુ હતુ. કોઈપણ રીતે, સુરક્ષા સેવાના નેતૃત્વએ રાજીનામું આપવું આવશ્યક છે. એલોન મસ્કે કહ્યું કે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પને સંપૂર્ણ સમર્થન આપું છું અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરૂ છું.
એલોન મસ્કે કહ્યું કે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પને સંપૂર્ણ સમર્થન આપું છું
ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગની ઘટનાને ‘હત્યાના પ્રયાસ’ તરીકે જોવામાં આવી રહી છે. આ ઘટના હજુ તપાસ હેઠળ છે અને સિક્રેટ સર્વિસે ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)ને ઔપચારિક રીતે જાણ કરી છે. કેસ પર નિવેદન આપતા, એફબીઆઈએ જણાવ્યું હતું કે, “અમારા કર્મચારીઓ બટલર, પેન્સિલવેનિયામાં ઘટનાસ્થળ પર છે અને એજન્સી જેમ જેમ તપાસ આગળ વધશે તેમ ગુપ્ત સેવા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.”
શૂટરનું મૃત્યુ
અમેરિકન મીડિયાએ સમાચાર આપ્યા છે કે શંકાસ્પદ શૂટરના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે, અને એક રાહદારીનું પણ મૃત્યુ થયું છે. વોશિંગ્ટન પોસ્ટે અહેવાલ આપ્યો છે કે “બટલર કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્ની રિચાર્ડ ગોલ્ડિંગરે જણાવ્યું હતું કે શૂટર સહિત બે લોકો માર્યા ગયા હતા.” આગલા અઠવાડિયે મિલવૌકીમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શન પહેલાં ટ્રમ્પે તેમની અંતિમ ચૂંટણી પ્રચાર રેલીમાં સ્ટેજ પર પહોંચતાની સાથે જ તરત જ ફાયરિંગની ઘટના બની હતી.


