- દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ
- ઓફશૉર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન સક્રિય
- રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
ગુજરાત રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે કે ઓફશૉર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન સક્રિય થયુ છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે. દ.ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમાં સુરત, વલસાડ, નવસારી તથા તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે.
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ છે. તેમાં આણંદ, વડોદરા, ભરૂચ તથા પંચમહાલ, છોટાઉદેપુર તથા દાહોદ, નર્મદા, તાપી અને ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. બે દિવસ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ વધશે. તેમજ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે.
17 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ
હવામાન વિભાગની માહિતી પ્રમાણે, 15 અને 16 જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યનાં અન્ય જિલ્લાઓ જેવા કે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં 15 અને 16 જુલાઈએ સામાન્ય વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 17 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે.


