- UAEના મંત્રીમંડળમાં કરવામાં આવ્યા ફેરફાર
- અમીરાતના ક્રાઉન પ્રિન્સને UAEના રક્ષા મંત્રી તરીકે નિયુક્ત કર્યા
- માનવ સંસાધન મંત્રી અબ્દુલ રહમાન અલ-અવારને વધારોનો ચાર્જ અપાયો
સંયુક્ત અરબ અમીરાતના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મકતૂમે નવા મંત્રીમંડળમાં ફેરફાર બાબતે સોશિયલ મીડિયા એક્સ પર જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે, વિકાસ મહત્વાકાંક્ષાનો એક ભાગ છે જેની કોઈ મર્યાદા નથી. જ્યારે આપણે આગળ વધીએ છે ત્યારે આપણું ભવિષ્ય સારું બને છે.
કેબિનેટમાં ફેરફારની સાથે અન્ય ઘણા મંત્રીઓના હોદ્દાઓમાં પણ ફેરફાર
દુબઈના શાસક અને સંયુક્ત અરબ અમીરાતના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મકતુમે રવિવારે કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો છે. શેખ મોહમ્મદે કેબિનેટમાં ફેરબદલ કરીને તેમના પુત્ર અમીરાતના ક્રાઉન પ્રિન્સ UAEના રક્ષા મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય તેમણે અન્ય ઘણા મંત્રાલયોમાં ફેરબદલની જાહેરાત કરી હતી. શેખ મોહમ્મદના બીજા પુત્ર શેખ હમદાન 2008થી દુબઈના ક્રાઉન પ્રિન્સનું બિરુદ ધરાવે છે. 41 વર્ષીય હમદાન 2001માં બ્રિટનની કુલીન સેન્ડહર્સ્ટ મિલિટરી કોલેજમાંથી સ્નાતકનો અભ્યાસ પૂરણ કર્યો છે. તેઓ દુબઈના કાર્યકારી પરિષદના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. કેબિનેટમાં ફેરફારની સાથે અન્ય ઘણા મંત્રીઓના હોદાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
શિક્ષણ મંત્રાલયમાં મોટા ફેરફાર
શેખ મોહમ્મદની કેબિનેટમાં ફેરફારની સાથે અન્ય ઘણા મંત્રીઓના હોદ્દા પણ બદલવામાં આવ્યા હતા. આ ઉપરાંત મંત્રાલયોનું પણ વિલીનીકરણ કરવામાં આવ્યું છે. અહેમદ બેલહૌલને અમીરાત સ્પેસ એજન્સીના અધ્યક્ષ તેમજ રમતગમત મંત્રી અને ઉચ્ચ ટેકનોલોજી કોલેજોના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મંત્રાલયોનું પણ વિલીનીકરણ કરવામાં આવ્યું
સંધીય સરકારમાં નવા ફેરફારોના ભાગરૂપે આલિયા અબ્દુલ્લા અલ મઝરુઈને ઉદ્યોગ સાહસિકતાના રાજ્ય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આલિયાને દેશમાં ખાનગી અને સરકારી ક્ષેત્રોમાં બહોળો અનુભવ છે. નવી સરકારમાં ફેરફારોના ભાગરૂપે અમીરાત ફાઉન્ડેશન ફોર સ્કૂલ એજ્યુકેશન અને ફેડરલ એજન્સી ફોર અર્લી એજ્યુકેશનને શિક્ષણ મંત્રાલયમાં સમાવેશ કરવામાં આવી છે.
વિકાસ મહત્વાકાંક્ષાનો ભાગ છે જેની કોઈ મર્યાદા નથી
ફેડરલ એજ્યુકેશન ફોર અર્લી એજ્યુકેશનના શિક્ષણ મંત્રાલયમાં વિલીનીકરણ બાદ સારા અલ અમીરીને UAEના શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે સંધીય સરકારમાં અમીરાતીકરણ અને માનવ સંસાધન મંત્રી અબ્દુલ રહમાન અલ-અવારને વધારોનો ચાર્જ આપવામાં આવ્યો છે. તેમને ઉચ્ચ શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધનના કાર્યકારી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આપણે આગળ વધીએ છે ત્યારે આપણું ભવિષ્ય સારું બને છે
શેખ મોહમ્મદે નવા કેબિનેટમાં ફેરફાર સંબંધિત જાણકારી સોશિયલ મીડિયા એક્સ પર આપી છે. એકસ્ પર પોસ્ટ કરી તેમણે તમામ નવનિયુક્ત મંત્રીઓને લોકોની સેવા કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, વિકાસ મહત્વાકાંક્ષાનો એક ભાગ છે, જેની કોઈ સીમા નથી. જ્યારે આપણે આગળ વધીએ છે ત્યારે આપણું ભવિષ્ય સારું બને છે. અને જ્યાં સુધી આપણે આપણા દેશ માટે સૌથી સુંદર સપના જોઈએ છીએ ત્યારે આપણું ભવિષ્ય સમૃદ્ધ બને છે.


