ચિલી પ્રશાંત મહાસાગરમાં રહેલ રિંગ ઑફ ફાયરમાં આવેલું છે
ભૂકંપને લીધે લોકો ડરના માર્યા ઘરબહાર દોડી આવ્યાં હતાં
વર્ષ-2010માં ચિલીમાં 8.8ના ભૂકંપ પછી આવેલી સુનામીમાં 526 લોકોનાં મોત થયા હતા
દક્ષિણ અમેરિકાના મહાદ્વીપ દેશ એવા ચિલીમાં ફરી ધરતીકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપના આંચકા ભારતીય સમયાનુસાર આજે સવારે અનુભવાયા હતા. આ ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 7.3 નોંધાઈ હતી. અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વેજ્ઞણ દ્વારા આ ભૂકંપની જાણકારી આપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર ચિલીના એટાફગાસ્ટામાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ સેંનપેડ્રો ડીઅટાકામાં શહેરમાં 41 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં 128 કિલોમીટરની ઊંડાઈ પર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપ આવ્યા પછી લોકો ડરના માર્યા ઘરબહાર દોડી આવ્યા હતા.
રિંગ ઑફ ફાયરને લીધે ભૂકંપ આવે છે
ઉલ્લેખનીય છે કે ચિલી પ્રશાંત મહાસાગરમાં રહેલ રિંગ ઑફ ફાયરમાં આવેલું છે. અહીં પર ઘણીવાર ધરતીકંપ આવતા રહે છે. આ ક્રમમાં વર્ષ-2010માં આવેા ચિલીમાં 8.8ની તીવ્રતાના ભૂકંપે ઘણો વિનાશ વેર્યો હતો. રિકટર સ્કેલ ઉપર 8.8 તીવ્રતાના ધરતીકંપ પર અહીં સુનામી આવી હતી. જેના લીધે 526 લોકોનાં મોત થયા હતા. આ ઉપરાંત ચિલીમાં સતત ભૂકંપ આવે છે. આ વિસ્તાર વિશ્વનો સૌથી શક્તિશાળી ભૂકંપથી અસરગ્રસ્ત છે. જેમાં વર્ષ-1960માં ચિલીના દક્ષિણ શહેર વાલ્ડિવિયામાં આવેલ 9.5 તીવ્રતાનો ભૂકંપ પણ સામેલ છે.
ભૂકંપના સંદર્ભમાં ચિલીનો ઘેરો ઈતિહાસ છે
આ સિવાય ચિલીમાં ધરતીકંપોનો કાળો ઈતિહાસ છે. ચિલીમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ ગયા છે. 1965 અને 2010ના વિનાશક ધરતીકંપો સિવાય, ચિલીએ ઘણા વિનાશક ધરતીકંપોનો અનુભવ કર્યો છે. આવા કેટલાક ભૂકંપ નીચે મુજબ છે-
1965 – લા લિગુઆમાં 7.4 તીવ્રતાનો ભૂકંપ, 400નાં મોત
1971 – વાલપરાઈસો વિસ્તારમાં 7.5 તીવ્રતાનો ભૂકંપ, 90 લોકોનાં મોત
1985 – વાલ્પરાઈસોના દરિયાકાંઠે 7.8 તીવ્રતાનો ભૂકંપ, 177 લોકોનાં મોત
1998 – ઉત્તરી ચિલીના દરિયાકાંઠે 7.1 તીવ્રતા
2002 – ચિલી-આર્જેન્ટિના સરહદ વિસ્તારમાં 6.6ની તીવ્રતા
2003 – મધ્ય ચિલીના દરિયાકાંઠે 6.8ની તીવ્રતા
2004 – મધ્ય ચિલીમાં બાયો-બાયો નજીક 6.6 તીવ્રતાનો ભૂકંપ
2005 – 7.8 મેગ્નિટ્યુડ તારાપાકા, ઉત્તરી ચિલી, 11 મૃત્યુ
2007 – ઉત્તરી ચિલીના એન્ટોફાગાસ્તામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, 2નાં મોત
2007 – એન્ટોફાગાસ્તામાં 6.7 તીવ્રતા
2008 – તારાપાકામાં તીવ્રતા 6.3
2009 – તારાપાકાના કિનારે 6.5 તીવ્રતાનો ભૂકંપ
ભૂકંપ શા માટે આવે છે?
હાલના સમયમાં દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આપણી પૃથ્વીની અંદર 7 ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે. આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે. જેના કારણે સામાન્ય જનજીવનને સૌથી વધુ નુકસાન થાય છે. ધરતીકંપને કારણે મકાનો તૂટી પડ્યા, પરિણામે હજારો લોકોના મોત થયા.
ભારતમાં ભૂકંપના ક્ષેત્રો કયા છે?
ભૂસ્તરશાસ્ત્રીઓના મતે ભારતના કુલ ભૂમિ વિસ્તારનો લગભગ 59 ટકા વિસ્તાર ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ ભારતમાં ભૂકંપ ઝોનને 4 ભાગોમાં વિભાજિત કર્યું છે એટલે કે ઝોન-2, ઝોન-3, ઝોન-4 અને ઝોન-5. ઝોન-5ના વિસ્તારોને સૌથી સંવેદનશીલ ગણવામાં આવે છે, જ્યારે ઝોન-2ને સૌથી ઓછા સંવેદનશીલ ગણવામાં આવે છે. આપણા દેશની રાજધાની દિલ્હી ભૂકંપ ઝોન-4માં આવે છે. અહીં 7 થી વધુ તીવ્રતાના ભૂકંપ પણ આવી શકે છે, જે મોટી તબાહી સર્જી શકે છે.


