- વરસાદી પાણી ભરેલા ખાડાએ જીવ લીધો
- વખતપર પાસેના અકસ્માતમાં બે લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા
- એક મહિલા સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા
ધંધૂકા ફેદરા માર્ગ પર શુક્રવારે સમી સાંજે ગમખ્વાર અકસ્માત વખતપર ગામના પાટિયા પાસે થયો હતો.
જેમાં એક કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં વરસાદી પાણી ભરેલા 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકોને ધંધૂકા હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે
ધંધૂકા ફેદરા હાઇવે પર વખતપર પાસે પુરપાટ ગતિથી આવી રહેલી કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ફ્ંગોળાઈને 30 ફૂટના વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જો કે કાર પાણીમાં ગરકાવ હોવાથી સ્થાનિકો અને રાહદારીઓ મદદથી કારણે બહાર કાઢવામાં સફ્ળતા મળી હતી. કારમાંથી 3 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે બે લોકોને ગંભીર હાલતમાં 108ની મદદથી ધંધૂકા ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસ અકસ્માતનો ભોગ બનેલા લોકો ક્યાંના છે? ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? તે અંગે તપાસ ચલાવી રહી છે. મૃતકોની ઓળખ માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.


