- સેટેલાઈટમાં ક્લાઉડ 9 સામે આવેલા ટાવરની ઘટના
- ખાનગી કંપનીમાં યુવક ટેકનિકલ સપોર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે ફરજ બજાવતો હતો
- કુશલ સેટેલાઈટમાં ઈસ્કોન પાસે આવેલા પારૂલ પુષ્પક એપાર્ટમેન્ટમાં માતા સાથે રહે છે
સેટેલાઈટમાં કલાઉડ નાઈની સામે આવેલી વિનસ સ્ટેટ્રમ ટાવરના 14માં માળેથી શુક્રવારે સવારે 25 વર્ષીય યુવકે છલાંગ લગાવી જીવનનો અંત આણ્યો હતો.
મૃતકે કયા કારણોસર આત્મહત્યા કરી તે વિશે પોલીસને કોઈ વિગતો મળી નથી. પ્રાથમિક તપાસમાં મૃતક ઈસ્કોન પાસે આવેલી ખાનગી કંપનીમાં ટેક્નિકલ સપોર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે ફરજ બજાવતો હોવાની વિગત મળી છે. સેટેલાઈટમાં ઈસ્કોન પાસે આવેલા પારૂલ પુષ્પક એપાર્ટમેન્ટમાં માતા સાથે રહેતો કુશલ હિતેશભાઈ પટેલ (ઉં,25)નો ઈસ્કોન પાસે આવેલી POS નેશન નામની કંપનીમાં ફરજ બજાવતો હતો. અગાઉ આ કંપનીની ઓફિસ વિનસ સ્ટેટ્રમ ટાવરમાં આવેલી હતી. જે ઓફિસ થોડા સમય અગાઉ ખાલી કરીને નવી ઓફિસમાં સ્ટાફ શિફ્ટ થયો હતો.
કંપનીના સંચાલકો વિદેશમાં રહેતા હોવાનું અને ત્યાંથી કંપની ચલાવતા હોવાની વિગતો મળી છે. ઓફિસ સ્ટાફમાં કુશલની પોસ્ટ એડમિન તરીકેની હતી. વિનસ ટાવરમાં આવેલી જૂની ઓફિસ પાસે પહોંચ્યો હતો. ટાવરના 14માં માળે આવેલી ગેલેરીમાંથી કુશલે નીચે પડતું મુકી આત્મહત્યા કરી હતી. પોલીસ તપાસમાં કુશલના પિતા ભરૂચ આમોદ ખાતે વકીલાત કરતા હોવાની વિગતો બહાર આવી છે.


