- અમદાવાદમાં 1740 પોલીસ કર્મીઓની આંતરિક બદલી
- શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે કર્યા આદેશ
- 5 વર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં રહેલા કર્મીઓની બદલી
અમદાવાદમાં 1740 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે આ આદેશ કર્યો છે. પાંચ વર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં રહેલા કર્મીઓની બદલી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, પોલીસ કમિશનર અમદાવાદ શહેર દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ શાખા બ્રાન્ચ કચેરીઓ ખાતે છેલ્લા સાડા પાંચ વર્ષ જેટલા સમયથી ફરજ બજાવતા હોય એવા કુલ 1740 ASI, HC, PC ની બદલી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં 1700 થી પણ વધુ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે . અમદાવાદ શહેરમાં કુલ 1740 બિન હથિયારી પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 દિવસથી બદલીને લઈને બેઠકો ચાલી રહી હતી. આખરે હવે બિન હથિયારી પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જાહેર હિતમા તમામ 1740 પોલીસ કર્મચારીઓની બદલી કરવામા આવી છે.
અગાઉ શહેરમાંથી 27 PIની કરાઇ હતી બદલી
અગાઉ અમદાવાદ ગ્રામ્યમાંથી 27 PI ની બદલી કરવામાં આવી હતી. ઉપરાંત, PSI ની પણ એક સાથે બદલીઓ કરવામાં આવી હતી. આ બદલીઓમાં મુખ્ય 3 બદલીઓમાં PI ને પોલીસ સ્ટેશનની વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી.


