By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    17 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Suratમાં ડ્રગ્સ ઘુસાડનારા 3 વ્યક્તિની ધરપકડ, 44 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Suratમાં ડ્રગ્સ ઘુસાડનારા 3 વ્યક્તિની ધરપકડ, 44 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

agragujaratnews
Last updated: 2024/07/22 at 6:34 PM
2 years ago
Share
Suratમાં ડ્રગ્સ ઘુસાડનારા 3 વ્યક્તિની ધરપકડ, 44 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
SHARE

  • આરોપી વિકાસ આહિર સલાબતપુરા વિસ્તારમાં ભવાની આઈસ્ક્રીમ નામની લારી ચલાવે છે
  • સ્નેપચેટ તેમજ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ડ્રગ્સનો ઓર્ડર આપવામાં આવતો હતો
  • આરોપી વિરૂદ્ધ સુરતના છ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે

રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર ઈસમની બાતમીના આધારે સુરત SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. SOGને બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર એક ઈસમ ઉધના દરવાજા પાસે આવેલ હોટલ ધ ગ્રાન્ડ વિલા ઈનના રૂમ નંબર 704માં રોકાયો છે.

આ બાતમીના આધારે દરોડો કરી ચેતન શાહુ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે. ચેતન શાહ મૂળ રાજસ્થાનના ઉદયપુરના બડગામનો રહેવાસી છે અને તેની પાસેથી પોલીસને 354 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું છે. આ ઉપરાંત તેની પાસેથી બે મોબાઈલ, એક કાર તેમજ 11,350 રોકડા મળી કુલ 44,75,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ડ્રગ્સ માફિયાઓએ આ નવો રસ્તો અપનાવ્યો

રાજસ્થાનના ચેતન સાહુની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે સુરતમાં અનિશખાન લાકડાવાલા અને વિકાસ આહીરને આપવાનો હતો. ત્યારબાદ આ બંને આરોપીને પણ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. રાજસ્થાનના ચેતનની પૂછપરછમાં વધુ ખુલાસા થયા હતા કે અગાઉ મહારાષ્ટ્ર તરફથી ડ્રગ્સનો જથ્થો સુરત શહેર ખાતે ઘુસાડવામાં આવી રહ્યો હતો અને સુરત શહેર પોલીસ દ્વારા આ ડ્રગ સપ્લાયર તેમજ પેડલરોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને મહારાષ્ટ્ર તરફથી આવતી ડ્રગની સપ્લાયની ચેઈન તોડવામાં આવી હતી. તેથી ડ્રગ્સ માફિયાઓએ આ નવો રસ્તો અપનાવ્યો છે અને રાજસ્થાન રૂટ થઈ તેવો ગુજરાતમાં ઘુસાડી રહ્યા છે.

આરોપી ભાજપનો કાર્યકર્તા

પોલીસે આ બાબતે તપાસ કરતા એવું પણ સામે આવ્યું હતું કે આરોપી વિકાસ આહિર સલાબતપુરા વિસ્તારમાં ભવાની આઈસ્ક્રીમ નામની લારી ચલાવે છે અને આઈસ્ક્રીમ પાર્લરમાં જ તે આ પ્રકારે ડ્રગનું વેચાણ કરવાનું કામ કરતો હતો. આરોપી વિકાસ ભાજપનો કાર્યકર્તા છે અને ભાજપના અનેક મોટા નેતા સાથેના તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો પણ અપલોડ કર્યા છે. આ ઉપરાંત આરોપી વિકાસ LLBના સેકન્ડ યરમાં વીંટી ચોકસી કોલેજમાં અભ્યાસ કરે છે.

અગાઉ વિકાસે અમરોલી વિસ્તારમાં બિલ્ડરની ઓફિસમાં ઘૂસી લૂંટ કરી હતી અને તે સમયે અમરોલી પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો દાખલ થતા તેની પાસે રહેલા હથિયારનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું હતું તો વિકાસ આહિર રાજસ્થાનના ઉદયપુર ખાતે એક હોટલ ધરાવતો હોવાની માહિતી પણ પોલીસને મળી છે. સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા એક મહિનાથી આ ઈસમોને પકડવા માટે તેમના પર વોચ રાખવામાં આવતી હતી અને બાતમીના આધારે રાજસ્થાનથી જે ડ્રગ્સ સપ્લાયની ચેઈન હતી તેને તોડવા માટે પોલીસ કામ કરી રહી હતી. અંતે પોલીસને રાજસ્થાનથી ડ્રગ સુરત લાવનાર ચેતન શાહુને પકડવામાં સફળતા મળી.

આરોપી વિરૂદ્ધ સુરતના છ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે

આ આરોપીઓની વાત કરવામાં આવે તો તમામ આરોપી રાજસ્થાન ખાતે સ્નેપચેટ તેમજ instagramના માધ્યમથી ડ્રગ્સનો ઓર્ડર આપતા હતા અને ત્યારબાદ રાજસ્થાનથી આ ડ્રગ્સ સુરત આવતું હતું અને સુરત શહેરમાં આઈસ્ક્રીમની લારી તેમજ પાર્લરમાં ઉપરાંત આ પાર્લરની આસપાસના વિસ્તારમાં ટુ-વ્હીલર તેમજ ફોરવ્હીલર ગાડીમાં ગ્રાહકોને આ ડ્રગ્સ પહોંચાડવામાં આવતું હતું. આરોપી વિકાસ આહિર કે જે ભાજપનો કાર્યકર્તા છે તેની સામે અગાઉ સુરતના છ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

આરોપી અનીશ ખાન સામે પણ અગાઉ ખટોદરા, સચિન અને અલથાણ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આરોપી અનીશ ખાનની પૂછપરછમાં સામે આવ્યું હતું કે અગાઉ વર્ષ 2017માં તેને એક તાલીબ નામના ઈસમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી તેની લાશને ડુમસની ગટરમાં નાખી દીધી હતી અને આ મામલે તેની સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં અપહરણ તેમજ ખૂનનો ગુનો દાખલ થયો હતો. ઉપરાંત અગાઉ તે અલથાણ પોલીસ સ્ટેશનના એનડીપીએસના કેસમાં પકડાઈ ચૂક્યો છે અને બે મહિના પહેલા જ તે જામીનમુક્ત થયો હતો અને હાલ તે ડ્રગ્સ પેડલર તરીકેનું કામ કરી રહ્યો છે. 

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ જિલ્લાના ૧૭ ગામમાં પાણી પુરવઠાને લગતા રૂ.૩૮.૯૭ લાખના વિવિધ કામોને બહાલી
રાજકોટ

રાજકોટ જિલ્લાના ૧૭ ગામમાં પાણી પુરવઠાને લગતા રૂ.૩૮.૯૭ લાખના વિવિધ કામોને બહાલી

Editor By Editor 17 hours ago
ખોડાપીપર સીમમાં સસરા-સાળાએ ધોકા ફટકારી જમાઈની કરી નિર્દય હત્યા
રાજકોટમાં રસ્તા ઓછા ભાજપના ભ્રષ્ટાચારના ખાડા વધારે : કોંગ્રેસ
વિવેકાનંદ યુથુ કલબ દ્વારા ઉનાળાની ગરમીમાં બસ સ્ટેશનમાં છાસ વિતરણનો પ્રારંભ
 PSIની લેખીત પરીક્ષાના કોલલેટર તા.૧3મીથી ડાઉનલોડ કરી શકાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?