૧૧મી ઓગષ્ટે પરીક્ષા : ૨.૨૭ લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે
યુજી મેડિકલ સહિતના કોર્સમાં પ્રવેશ માટેની યુજી નીટના વિવાદ વચ્ચે પીજી મેડિકલ પ્રવેશની નીટની ૨3મી જુને લેવાનારી પરીક્ષા મોકુફ કરી દેવાઇ હતી. ત્યારે હવે પીજી નીટ નવા કાર્યક્રમ મુજબ ૧૧મી ઓગષ્ટે લેવાશે. યુજી નીટ પરીક્ષામાં ગેરરીતિના વિવાદ બાદ કેન્દ્ર સરકારની સૂચનાથી પ્રથમવાર બે શિફટમાં પરીક્ષા લેવામાં આવશે.
પીજી મેડિકલ પ્રવેશ માટેની નીટ અગાઉ ૨3મી જુને લેવાનાર હતી અને જેના માટેનું રજીસ્ટ્રેશન પણ પૂર્ણ થઇ ગયું હતું. ત્યારે પરીક્ષાના થોડા જ દિવસ પહેલા કેન્દ્ર સરકારની સૂચનાથી પરીક્ષા મોકુફ કરી દેવાઇ હતી. યુજી નીટ પરીક્ષામાં પેપર લીક-ગેરરીતિના અનેક આક્ષેપો તપાસ અને દેશભરમાં જાગેલા વ વાદને પગલે પરીક્ષા મોકુફ કરી દેવાઇ હતી. કેન્દ્ર સરકાર દ્વારા પીજી નીટ પરીક્ષામાં અનેક ફેરફાર કરવાની સૂચના આપી હતી જેના પગલે નેશનલ બોર્ડ ઓફ એકઝામિનેશન દ્વારા પીજી નીટ પરીક્ષા બે શિફટમાં લેવાનું જાહેર કરાયું છે. અત્યાર સુધી આ પરીક્ષા એક જ શીફટમાં લેવાતી હતી. દેશભરમાં ૪૦થી વધુ સંવેદનશીલ કેન્દ્રોમાં પરીક્ષા ન લેવાની સૂચના બાદ કેન્દ્રોની સંખ્યા ઘટાડવા માટે બે શિફટમાં પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે. અગાઉ ૧૦3૮ જેટલા સેન્ટરો હતા હવે ૫૦ ટકા સેન્ટરો ઘટી ગયા છે અને હવે ૪૨૫ સેન્ટરો પર પરીક્ષા લેવાશે.


