- AMC ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ
- વરસાદની સિઝન છે, કદાચ આવી ગયું હશે : મેનેજર
- દાલફ્રાયમાંથી મચ્છર નીકળતાં તમામ લોકો અડધું જમાવાનું મૂકીને જતા રહ્યા
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી સિટી કોર્નર રેસ્ટોરેન્ટમાં બર્થ ડે પાર્ટી અને મેરેજ પ્રસંગે યોજાયેલા જમણવારમાં દાલફ્રાયમાંથી મચ્છર નીકળ્યું હોવાનો વીડિયો વાઇરલ થયો છે. વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલી સિટી કોર્નર રેસ્ટોરન્ટમાં જમણવારમાં દાલફ્રાયમાંથી મચ્છર નીકળતાં ગ્રાહકે હોટલના મેનેજરને ફરિયાદ કરતાં તેણે કહ્યું કે વરસાદની સિઝન હોવાથી કદાચ આવી ગઈ હશે. આ અંગેની ફરિયાદ કરાતાં ફુડ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ રખિયાલમાં આવેલી સિટી પોઇન્ટ રેસ્ટોરન્ટમાં બેબી શાવર પ્રસંગમાં જમણવારમાં દાલફ્રાયમાંથી જીવાત નીકળી હોવાની ઘટના બાદ વસ્ત્રાલની સિટી કોર્નર રેસ્ટોરમાં ખાદ્ય ચીજવસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના બની છે. શહેરમાં આવેલી ખાણીપીણીની ચીજ વસ્તુઓથી લઇ હવે કોઈ પણ ચીજ વસ્તુઓમાં જીવાત અને અખાદ્ય વસ્તુઓ નીકળવાની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે.
વસ્ત્રાલમાં પવન શર્માના પુત્રનો જન્મદિવસ હતો અને તેના કોર્ટ મેરેજ પણ કરાવ્યા હોવાથી બર્થ ડે અને મેરેજ પ્રગંસની ઉજવણી કરવા સિટી કોર્નર રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. રેસ્ટોરન્ટ માં તમામ લોકોને જમવાનું આપવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ શાક રોટલી પીરસવામાં આવ્યા હતા જે ખાધા બાદ દાલ ફ્રાય મંગાવ્યા હતા અને એક વ્યક્તિના દાલફ્રાયમાંથી મચ્છર નીકળતાં તમામ લોકો અડધધં જમાવાનું મૂકીને જતા રહ્યા હતા.


