- તાઈવાન દેશમાં શક્તિશાળી ચક્રવાત ગેમીથી બચવા પર્યટક સ્થળો બંધ કર્યા
- ફિલિપાઈન્સમાં સાંબેલાધાર વરસાદથી છ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા
- તાઈવાનમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે
એક સમસ્યા ગઈ નથી કે બીજી સમસ્યા આવતી હોય તેવી સ્થિતિ હાલ તાઈવાન દેશમાં સર્જાયો છે. ટાઈફૂન ‘ગેમી’ ગમે તે સમયે તાઈવાનમાં તૂટી જશે. આને લઈ તાઈવાને ઘણા પગલાં લેવા શરૂ કર્યા છે. જો કે, આને લીધે ભારે પવન, વરસાદ શરૂ થયો છે. લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રચંડ ચક્રવાત ‘ગેમી’ને લીધે તાઈવાનના પૂર્વ તટ પર વાયુસેનાએ અભ્યાસ રદ્દ કર્યો છે. હવે આખા દ્વીપમાં કચેરી, સ્કૂલ, પર્યટન સ્થળ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. એક બાજું જ્યાં શક્તિશાળી તોફાનથી બચવા તાઈવાને આગોતરા પગલાં ઉઠાવ્યા છે ત્યારે તોફાનને લીધે ફિલીપાઈન્સમાં સાંબેલાધાર વરસાદ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ‘ગેમી’ ટાઈફૂનથી 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યાં છ લાખથી વધુ લોકો ઘરવિહોણાં થયા છે.
તાઈવાનમાં ઘણા ભાગોમાં વરસાદ
ચક્રવાત ‘ગેમી’ હજી તાઈવાનની મુખ્ય ભૂમિમાં દાખલ નથી થયું પરંતુ તે પહેલા તાઈવાનના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તોફાને બુધવાર સાંજે ઉત્તરી કાઉન્ટી યલાનમાં આવવાની આશંકા છે. દરિયો અશાંત હોવાથી માછીમારોને પરત બોલાવી લેવાયા છે. હવાઈ યાત્રીઓ ઘણી ફલાઈટસ રદ્દ થવાથી તોફાન આવતાની પહેલા વિદેશ જતી ફલાઈટ પકડવામાં જલ્દીમાં જોવા મળ્યા હતા.
તોફાની હવા ચાલી રહી છે
તાઈવાનનના હવામાન વિભાગે જણાવ્યું કે, બુધવારે સવારથી તોફાની પવન ફુંકાઈ રહ્યો છે. તાઈવાનમાં 18 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપથી હવા વધી રહી છે. પવનની મહત્ત્મ ગતિ 183 કિલોમીટર પ્રતિ કલાકની હતી. તાઈવાન દેશની રાજધાની તાઈપેમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જો કે ટાઈફૂન ગેમી દ્વીપ સમૂહમાં નથી પહોંચ્યું. પરંતુ આને હવામાન ચોમાસાના વરસાદને વધુ પ્રોત્સાહન આપ્યું છે.
ફિલિપાઈન્સમાં ભીષણ સ્થિતિ
ફિલાપાઈન્સ દેશમાં આ ચક્રવાચને કરિના નામ આપવામાં આવ્યું છે. ફિલિપાઈન્સની કુદરતી હોનારત એજન્સી અનુસાર વરસાદથી પાંચ દિવસમાં એક ડઝન કરતાં વધુ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. ઘણા સ્થળો પર પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. ચક્રવાતને લીધે ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થઈ ચુક્યા છે. આટલું ઓછું હોય તેમ છ લાખ લોકો ઘરવિહોણા થયા છે. જેમાં 35 હજાર લોકો ઈમરજન્સી કેન્દ્રો પર ચાલ્યા ગયા છે.


