- માંગરોળનું સિયાલજ ગામ થયુ સંપર્ક વિહોણું
- બોલાવ, કઠોદરા, સિયાલજ ગામનો રસ્તો ધોવાયો
- સિયાલજ નજીક માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા
સુરતના ઓલપાડ, માંગરોળના ગામ સંપર્ક વિહોણા થયા છે. જેમાં કીમ નદી તટે આવેલા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. ત્યારે માંગરોળનું સિયાલજ ગામ સંપર્ક વિહોણું થયુ છે. તેમજ બોલાવ, કઠોદરા, સિયાલજ ગામ સંપર્ક વિહોણુ થતા લોકોને હાલાકી પડી રહી છે. તથા વડોલી, ઉમરાછી સહિતના ગામો પણ સંપર્ક વિહોણા થતા જનજીવન જાણે અટકી ગયુ છે.
સિયાલજ નજીક માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા
સિયાલજ નજીક માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા છે. ત્યારે માલધારી પરિવાર રોડ પર રહેવા મજબૂર બન્યા છે. તથા પશુધન, ઘાસચારો સહિત મિલકતને નુકસાન થયુ છે. સિયાલજ ગામમાં પચાસથી વધુ પરિવાર ગામમાં ફસાયા છે. નદીના પાણી ફળી વળતા અનેક લોકોની હાલત કફોડી બની છે. પશુધન, ઘાસચારો, દૂધ સહિત મિલકતને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. તંત્રએ અસરગ્રસ્ત લોકોની દરકાર ન લેતા લોકોમાં રોષ ફેલાયો છે. બોલાવ, કઠોદરા, સિયાલજ, વડોલી, ઉમરાછી સહિત અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.
છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદે વિનાશ વેર્યો
સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદે વિનાશ વેર્યો છે તેમ લોકો જણાવી રહ્યાં છે. સુરતના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ ભારે વરસાદના લીધે ખાડીમાં આવક થતાં ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી જતા આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સુરતના અનેક વિસ્તારો પાણીમાં જળબંબાકાર થઇ જતા જીવન જરૂરી ચીજવસ્તુઓ મેળવવા લોકો વલખા મારી રહ્યાં છે. દુકાનો અને ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. જેના લીધે સુરતીઓનું જનજીવન ખોરવાઇ ગયું છે. અનેક પરિવારો ચાર દિવસથી પાણી ભરાતા લાઈટ વગર જીવી રહ્યાં છે.


