- નદીમાં તણાતા યુવાનનો વીડિયો વાઇરલ થયો
- એસડીઆરએફ્ની મદદ લઈ આમોદનું તંત્ર શોધખોળમાં લાગ્યું
- વીડિયો વાયરલ થતાં આમોદ તાલુકાનું વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું
જંબુસર-આમોદ વચ્ચે વહેતી ઢાઢર નદીના ધસમસતા પ્રવાહમાં અજાણ્યા યુવકે મોતની છલાંગ લગાવી હોવાનો વીડિયો વાયરલ થયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીના ધસમસતા પાણીમાં કોઈક અજાણ્યા યુવકે મોતની છલાંગ લગાવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. અને યુવાનની શોધખોળ માટે એસડીઆરએફ્ની મદદ લીધી હોવાનું જાણવા મળ્યું છે. ઢાઢર નદીમાં પાણીનો પ્રવાહ વધતા કેટલાક યુવાનો તેમજ ખેડૂત પુત્રો નદીની આસપાસ આવેલા પોતાના ખેતર જોવા માટે નદીના બ્રીજ ઉપર ગયા હતા.ત્યારે નદીના ધસમસતા પ્રવાહમાં કોઈક અજાણ્યા યુવકે પોતાના સ્લીપર પગમાથી બહાર કાઢી ઢાઢર નદીમાં છલાંગ લગાવતા હાજર ખેડૂત પુત્રોનું ધ્યાન તેની તરફ્ ગયું હતું અને હાજર યુવાનોએ તેનો નદીમાં તણાતો વીડિયો પણ બનાવ્યો હતો. જે વીડિયો પણ વાયરલ થતાં આમોદ તાલુકાનું વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું. આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા તાલુકા વિકાસ અધિકારી ધ્રુવપટેલ, આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર સિંહ અસવાર, આમોદ રેન્જ ફેરેસ્ટર રમેશ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ ઢાઢર નદીએ પહોંચી ગયા હતા. તેમજ નદીના બ્રીજ ઉપર વધુ ભીડ નહી થાય માટે પોલીસ કાફ્લો પણ ખડકી દેવામાં આવ્યો હતો.જોકે હજુ સુધી યુવાનો કોઈ પત્તો નહી લાગતા તંત્રએ એસ.ડી.આર.એફ્ની મદદ લઈ ઢાઢર નદીમાં લાપતા બનેલા અજાણ્યા યુવકને શોધવાની તજવીજ હાથ ધરી છે.


