- હવમાન વિભાગની રાજયમાં વરસાદની આગાહી
- સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં આજે રેડ અલર્ટ
- ભરૂચ, ડાંગ, તાપીમાં અતિભારે વરસાદની આગાહી
હવમાન વિભાગની રાજયમાં વરસાદની આગાહી છે. જેમાં આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદનું આજે રેડ અલર્ટ છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે રેડ અલર્ટ છે. પંચમહાલ ,દાહોદ , વડોદરામાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમજ છોટાઉદેપુર, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી છે.
ભરૂચ, ડાંગ, તાપીમાં અતિભારે વરસાદની આગાહી
ભરૂચ, ડાંગ, તાપીમાં અતિભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. બનાસકાંઠા, પાટણ ,મહેસાણા તથા સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી તથા ખેડા, અમદાવાદ, આણંદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે નવસારી, વલસાડમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાતા શહેરીજનોને સાવચેત રહેવાની જરૂર છે.
દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. તેમજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ અલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ , મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ માછીમારોને દરિયા ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ પર પહોંચી
તાપીના ઉકાઇ ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ છે. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક થઇ છે. ડેમમાં હાલ 283218 ક્યુસેક પાણીની આવક છે. ઉકાઇ ડેમની જળ સપાટી 318.54 ફૂટે પહોંચી છે. તેમજ હાલ ઉકાઇ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે. ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ પર પહોંચી છે.


