શેરબજારમાં વિપરીત સંજોગોમાં પણ તેજી
લોંગ ટર્મ શોર્ટ ટર્મ માં ટેક્સ વધવા છતાં તેજી
ફ્યુચર ઓપ્શનમાં એસ.ટી.ટી વધવા છતાં વોલ્યુમમાં ઉછાળો
શેરબજારમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં ઉપરાંત શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો બજેટમાં કરવામાં આવ્યો છતાં પણ બજારમાં ઉછાળો જોવા મળ્યો છે.કંપનીઓ દ્વારા કરવામાં આવતા બાયબેક માં પણ ટેક્સ નો બોજો રોકાણકારો પર નાખવામાં આવ્યો છે.ફ્યુચર ઓપ્શનમાં તો એસ.ટી.ટી એટલે કે સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
આમ,વિપરીત પરિબળો હોવા છતાં શેર બજારમાં તેજી થઈ રહી છે. ડોલર સામે રૂપિયો પણ નવા લો બનાવી રહ્યો છે. ત્યારે શેર બજારમાં ઉછાળો આવવો તે આશ્ચયજનક છે. સેબી-એક્સચેન્જ દ્વારા લેવાતા કડક પગલાંઓને પણ શેરબજાર પચાવીને આગળ નીકળતું જાય છે. જે બજાર ખૂબ જ તંદુરસ્ત હોવાની નિશાની છે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર સેબી દ્વારા લેવાતા કે પછી એક્સચેન્જ દ્વારા લેવાતા કડક પગલાની કોઈ જ અસર બજાર પર નેગેટીવ પડતી નથી. ટેક્સના વધારાને પણ ભૂલીને બજારમાં સતત તેજી થઈ રહી છે.
કંપનીઓના સારા પરિણામો,સારું ચોમાસુ અને રોકાણકારોનો વધી રહેલો શેરબજાર તરફનો વિશ્વાસ બજારને ઘટવા દેતો નથી. બેંકોના વ્યાજ કરતા વધુ વળતર મળી રહ્યું છે. ઉપરાંત, ટી+0 અને ટી+1 ની શેરબજાર પર ખૂબ જ સારી અસર બજાર પર પડી છે. પ્રાઇમરી માર્કેટમાં પણ ટી+3 ની ખૂબ જ પોઝીટીવ અસર બજારમાં થઈ રહી છે. રોકેલા નાણા તાત્કાલિક છૂટા થઈ જતા હોય તેવું એકમાત્ર બજાર એટલે શેરબજાર.આથી લોકો શેરબજાર તરફ ખૂબ જ આકર્ષાઈ રહ્યા છે અને બજાર નવા-નવા હાઈ કરી રહ્યું છે.નવા નવા શિખરો સર કરી રહ્યું છે.


