- મંડળીઓના પ્રતિનિધિ, બોર્ડ તથા ખેડૂતો અને સહકાર ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા : અહેવાલ વાંચી સંભળાવ્યો
- માંડલ-વિરમગામ,દસાડા,પાટડી સહિત અમદાવાદ જિલ્લામાં માંડલ તાલુકામાં સહકાર ક્ષેત્રનું નામ મોખરે રહ્યું છે
- શુક્રવારે માંડલ કોટન સેલ જિનિંગ ખાતે યોજાયેલ વાર્ષિક સાધારણ સભાની અંદર ગતસભાનું પ્રોસિડિંગ્સ મંજૂર કરાયું,
માંડલ-દસાડા રોડ ઉપર આવેલ ધી માંડલ ગૃપ કો.ઓ.કોટનસેલ જિનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટીની તા.26મીએ વર્ષ : 2023/24ની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી.
માંડલ-વિરમગામ,દસાડા,પાટડી સહિત અમદાવાદ જિલ્લામાં માંડલ તાલુકામાં સહકાર ક્ષેત્રનું નામ મોખરે રહ્યું છે. આ જિનિંગ સોસાયટીમાં દર વર્ષે હજારો મણ કાલાની આવક થાય છે અને જિનિંગ હોલમાં અત્યાધુનિક મશીનો અને ટેક્નોલોજીની મદદથી કપાસ(રુ)ને પ્રેસીંગ કરવાની પણ કામગીરી થતી હોય છે. આ જીન 25 વર્ષ પહેલાં સામાન્ય, ગરીબ પરિવારોને આજીવીકા પણ પુર્ણ પાડતી, સંસ્થા આજે પણ પારદર્શક વહીવટી શૈલીમાં ધાર્મિક, સામાજિક સંસ્થાઓ, સંગઠનોને મદદરૂપ થાય છે. શુક્રવારે માંડલ કોટન સેલ જિનિંગ ખાતે યોજાયેલ વાર્ષિક સાધારણ સભાની અંદર ગતસભાનું પ્રોસિડિંગ્સ મંજૂર કરાયું, આ સભામાં પ્રમુખની વરણી કરાઈ હતી, સને 2023/24ના વર્ષનો નફો-તોટો સરવૈયુ મંજુર, નફાની વ્યવસ્થાપક કમિટિએ કરેલ ફાળવણીને બહાલી, કર્જની હદ્દ નક્કી કરવા અને ઓડીટરની નીમણૂંક સહિતના વિષયો ઉપર કામગીરી કરવામાં આવી હતી. આ વાર્ષિક સાધારણ સભામાં વિરમગામ સંશોધક ફાર્મના પ્રતિનિધિ ટીકેન્દ્રભાઈ, ઈફ્કોમાંથી ચૌધરીભાઈ તેમજ જીએસએફસીમાંથી જિલ્લા લેવલના અધિકારી નિધિબેન રાવલ સહિતના ઉપસ્થિત મહેમાનોએ ખેડૂતોને કૃષિ લગતાં ક્ષેત્રમાં માર્ગદર્શન પુરું પાડયું હતું.
સભામાં જિનિંગ સોસાયટીના ચેરમેન અમૃતભાઈ પટેલ, એડીસી બેંકના ડિરેક્ટર મણિલાલ પટેલ, મેનેજર મેહુલભાઈ પંચાલ તેમજ તાલુકાની તમામ મંડળીઓના પ્રતિનિધિઓ,મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ અને સ્ટાફગણમાં ભીખાભાઈ મોરી,ભરતભાઈ કેશિયર,જગમાલભાઈ એકાઉટન્ટ સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.


