- ચેરમેન હર્ષાબેનના પતિ નશાની હાલતમાં પકડાયા
- નશાની સાથે લાયસન્સ વગર કાર ચલાવતા હતા
- રાત્રિના પેટ્રોલીંગ દરમિયાન મહેશભાઈ ઝડપાયા
હળવદ તાલુકામાં રાત્રિમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનના પતિ નશાની હાલતમાં પકડાયા હતા. હર્ષાબેનના પતિ મહેશભાઈ કોપાણીયા નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યા હતા. પોલીસ પુછપરછ દરમિયાન તપાસ કરતા નશો કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસ દ્વારા ગાડીના કાગળો અને લાયસન્સની માંગણી કરતા કોઈ જ પુરાવા સાથે રાખવામાં આવ્યા ન હતા. પોલીસે મહેશભાઈની ધરપકડ કરીને પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો અને મુદ્દામાલ તરીકે ગાડી પણ જપ્ત કરી હતી.
હર્ષાબેન રણછોડગઢ બેઠક પરથી ચૂંટાયા છે
હર્ષાબેન હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક પરથી ચૂંટાયા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કાયદાની ઐસીતૈસી કરીને ભાજપના નેતા નશો કરીને છાકટા બનીને ફરતા જોવા મળી રહ્યા છે.


