રાજયમાં આજે હવામાન વિભાગે અતિથી અતિભારે વરસાદની આગાહી કરી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે.સુરત,વલસાડ,નવસારી,દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી છે.વડોદરાના દંતેશ્વરના બે યુવાનો કોલેરાની ઝપેટમાં.વડોદરામાં કોલેરાના દર્દીની સંખ્યા પહોંચી 11 પર.વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરાના બે બાળ દર્દીઓ સારવાર હેઠળ.


