- તુર્કીમાં કોઈપણ કારણ વગર સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ બ્લોક
- ઈરાનની રાજધાની તહેરાનમાં હમાસ વડા ઈસ્માઈલ હાનિયાને મોતને ઘાટ ઉતારાયો
- ઈઝરાયલમાં તુર્કી દૂતાવાસે ધ્વજ અડધી કાઠીએ ચઢાવતા ઈઝરાયલ ભડક્યું
તુર્કી દેશે કોઈપણ કાર વગર સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામને બ્લોક કરી દીધી છે. તુર્કીમાં સરકારે કોઈપણ સ્પષ્ટીકરણ વગર જણાવ્યું કે અમેરિકી કંપની વિરુદ્ધ સેન્શરશિપના આરોપો પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે તુર્કી સરકારના આવા નિર્ણયને લીધે યુઝરને પોસ્ટ કરવા અને જોવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
પરંતુ આની પાછળ હમાસ વડાની હત્યા બાદ શોક સંદેશ પાઠવવાને લઈ બ્લોક કરાઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે.
તુર્કીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર યુઝરોએ ઘણી ફરિયાદો ઠાલવી છે. તે તેઓ ઈન્સ્ટાગ્રામ ફીડને રિફ્રેશ નથી કરી શક્યા. આ સિવાય તુર્કીના રાષ્ટ્રપતિના દૂરસંચાર મંત્રીએ બુધવારે મેટાની સાઈટ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે લોકોને અહીં શહીદ ઈસ્માઈલ હાનિયા માટે શોક સંદેશ પ્રકાશિત કરવાથી રોકવામાં આવી રહ્યા છે.
અગાઉથી જ તુર્કીમાં સોશિયલ મીડિયા સાઈટ બ્લોક
આ કાંઈ પહેલીવાર નથી થયું કે તુર્કી અધિકારીઓએ સોશિયલ મીડિયા સાઈટ બ્લોક કરી દીધી હોય. આ અગાઉ રાષ્ટ્રપતિ અને આતંકવાદની વચ્ચે સંબંધોને લઈ લખેલા બે લેખને લીધે વીકિપીડિયાને એપ્રિલ-2017થી જાન્યુઆરી-2020ની વચ્ચે બ્લોક કરવામાં આવ્યું હતું.
તુર્કી દૂતાવાસમાં ધ્વજ અડધી કાઠીએ હોવાથી ઈઝરાયલ ભડક્યું
હમાસ નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા પછી ઈઝરાયલની રાજધાની તુર્કીના દૂતાવાસમાં તૂર્કીનો રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકી રહ્યો હતો. જે બાદ ઈઝરાયના વિદેશ મંત્રીએ કહ્યું કે તેમને વિદેશ મંત્રાલયના અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે તેઓ ઈઝરાયલમાં તુર્કીના રાજદૂતને બોલાવી ખખડાવ્યા હતા.
હાનિયાની તહેરાનમાં હત્યા થઈ
હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાની બુધવારે પરોઢિયે ઈરાનની રાજધાની તહેરાનમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા કોણે કરી આને લઈ હજી સુધી સત્તાવાર રીતે કોઈએ પણ જવાબદારી નથી સ્વીકારી. આ ઉપરાંત નિવેદન પણ સામે નથી આવ્યું. પરંતુ એવું મનાઈ રહ્યું છે કે, જે રીતે મોસાદે ઈસ્માઈલ હાનિયાને મારવાના શપથ લીધા હતા તે પૂરી કરી. હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાા મોતથી 94 દિવસ અગાઉ તેના ત્રણ દીકરા અને ચાર પપ્રોત્રને પેલેસ્ટાઈનની અંદર જ મારી દેવામાં આવ્યો હતો. ત્યારબાદથી જ નક્કી હતું કે હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની પણ હત્યા થઈ જશે.


