- અનેક દેશ કાર્બનડાયોક્સાઈડનું ઉત્સર્જન કરી રહ્યા છે
- અમેરિકી અંતરિક્ષ એજન્સીએ વીડિયા પોસ્ટ કર્યો
- ભારત સહિત સમગ્ર વિશ્વમાં સંકટના વાદળો ઘેરાયા
ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. મોટા ભાગના વિકસિત દેશો વધારેમાં વધારે પ્રમાણમાં કાર્બનડાયોક્સાઇડનું ઉત્સર્જન કરી રહ્યા છે. આ દરમિયાન અમેરિકી અંતરિક્ષ એજન્સી (NASA)એ એક વીડિયો એક્સ પર પોસ્ટ કર્યો છે, જેમાં આખી દુનિયા પર કાર્બનડાયોક્સાઇડ(Co2)નાં વાદળો ઘેરાયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભારત સહિત આખી દુનિયામાં કાર્બનડાયોક્સાઇડનાં વાદળો છવાયા છે.
આ દેશમાં કાર્બનનું વધારે માત્રામાં ઉત્સર્જન થઈ રહ્યું છે
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે કાર્બનડાયોક્સાઇડ આપણા વાયુમંડળમાં મિશ્ર થઈ રહ્યો છે. નાસાના વૈજ્ઞાનિક લેસલી ઓટના જણાવ્યા મુજબ, ચીન, અમેરિકા અને દક્ષિણ એશિયામાંથી સૌથી વધારે કાર્બનડાયોક્સાઇડનું ઉત્સર્જન વધી રહ્યું છે.
GEOS મોડલ દ્વારા જાણકારી આપવામાં આવી
કાર્બનડાયોક્સાઇડનો આ નકશો GEOS (ગોડાર્ડ અર્થ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ) નામના મોડલ દ્વારા બનાવવામાં આવ્યો હતો. GEOS એ સુપર કૉમ્પ્યુટર દ્વારા સંચાલિત હાઇ-રિઝોલ્યૂશન વેધર રિએનાલિસિસ મોડલ છે. આ સિસ્ટમ દ્વારા વાતાવરણની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે આપણા વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડ કેવી રીતે ભળી રહ્યો છે અને કેટલો નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. નાસાના વૈજ્ઞાનિક લેસ્લી ઓટના જણાવ્યા મુજબ ચીન, અમેરિકા અને દક્ષિણ એશિયાના વિકસિત દેશો સૌથી વધુ કાર્બનડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે.
યુદ્ધમાં ફેલાઈ રહેલી આગથી વધ્યું કાર્બન ડાયોક્સાઇડ
દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના જંગલોમાં આગ લાગવાથી કાર્બનડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. આ ઉપરાંત તેલ અને કોલસો સળગાવવાથી પણ વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધી રહ્યું છે. નાસાના રિપોર્ટ મુજબ મે 2024માં વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડની માત્રા 427 ભાગ પ્રતિ મિલિયન નોંધવામાં આવી હતી.
ગ્લોબલ વોર્મિંગનું વધતું સંકટ
ધરતી પરના માનવીઓ માટે કાર્બન પણ ઑક્સિજન જેટલો જ મહત્ત્વપૂર્ણ છે. કાર્બન બિલ્ડીંગ બ્લોકનું કામ કરે છે એટલે કે તે જીવોના શરીરને બનાવવામાં મદદ કરી રહ્યો છે. પૃથ્વી પર અમુક માત્રામાં કાર્બનની જરૂર છે, પરંતુ મોટા પ્રમાણમાં કાર્બનડાયોક્સાઈડના ઉત્સર્જનથી પૃથ્વી પર ગરમી વધશે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગનું જોખમ વધુ વધશે.


